
તા.૧૫.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:
દાહોદ ના ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના લીમડી શહેરમાં પસાર થતું બાયપાસ નેશનલ હાઇવે રોડ પર ઠેર ઠેર ગાબડાં ઓ અને ધૂળિયા માર્ગથી વાહન ચાલકો તેમજ રાહદારીઓ ત્રાહિમામ
દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી શહેરમાં રાજસ્થાન તરફ જતું નેશનલ હાઇવે લીમખેડા તરફથી નેશનલ હાઇવે રોડ પર આવતું નેશનલ હાઇવે રોડ પર છેલ્લા કેટલાક વર્ષોથી બિસ્માર હાલતમાં જોવાં મળી રહ્યો છે જેમાં સ્થાનિક લોકો ને વાહન ચાલકો માટે જોખમી બનવા પામ્યો છે કહેવામાં આવે છે કે આ રોડ પર ઠેર ઠેર ગાબડાં અને ખાડાઓ પડી જવાથી વાહન ચાલકોને વાહન ચલાવવું ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અને આ રોડ પર ધૂળ ડમરીઓ ઉડતા આજુબાજુ માં રહેતા લોકો ને પણ સ્વાસ્થ્ય માટે ખુબ જ મુશ્કેલ બનવા પામ્યો છે જેથી વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે રોડ ની કામગીરી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે




