MORBI:મોરબીમાં પત્રકાર અને પોલીસ વચ્ચે યોજાયેલ ફ્રેંડલી ક્રિકેટ મેચમાં રનની સાથે અખૂટ આનંદના પણ ઢગલા

MORBI:મોરબીમાં પત્રકાર અને પોલીસ વચ્ચે યોજાયેલ ફ્રેંડલી ક્રિકેટ મેચમાં રનની સાથે અખૂટ આનંદના પણ ઢગલા
મોરબી નજીકના મકનસર ગામ પાસે આવેલ પોલીસ હેડ કવાર્ટર ખાતે હાલમાં પોલીસ પ્રીમિયર લીગ મેચનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનની ટીમો બનાવીને મેચ રમવામાં આવી રહ્યા છે તેવામાં ગઈકાલે પોલીસ અને પત્રકારની ટિમ વચ્ચે ફ્રેંડલી મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બંને ટીમે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું અને ખૂબ મજા કરી હતી.
મોરબીમાં પત્રકાર અને પોલીસ ઇલેવન વચ્ચે રમાયેલી મેચમાં ટોસ જીતીને પત્રકારોની ટીમે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અને પોલીસ ઇલેવનમાં ડીવાયએસપી વિરલ દલવાડી, એલસીબી પીઆઇ મયંક પંડ્યા,વાંકાનેર સીટી પીઆઇ હુકુમતસિંહ જાડેજા, પીઆઇ એસ.એમ.ચૌહાણ, પીઆઇ ગોલ જેવા ધુરંધર બેસ્ટમેનને રોકવા પત્રકારોએ ખૂબ સારી બોલિંગ કરી હતી અને પોલીસની ટીમને 106 રન બનાવ્યા હતા જેની સામે પત્રકાર ઇલેવનની ટીમે બેટિંગ કરતાં 86 રન બનાવ્યા હતા જેથી 20 રન પત્રકાર ઇલેવન હારી હતી પણ પોલીસ અધિકારી અને દર્શકોના દિલ પત્રકાર ઇલેવને જીતી લીધા હતા. આ તકે પત્રકાર ઇલેવનની સાથે હિમાંશુ ભટ્ટ, રવિ મોટવાણી, અંકિત પટેલ, યોગેશ રંગપડીયા, કિશન પરમાર, ધવલ ત્રિવેદી, રાહુલ નગવાડીયા, જીગ્નેશ ભટ્ટ, મિલન નાનક, પાર્થ પટેલ, રવિ સાણંદિયા, હરનીશ જોશી, મેહુલ ગઢવી, વિશાલ ટુંડીયા, પંકજ સનારીયા અને વડીલ પ્રવીણભાઈ વ્યાસ (દાદા) હાજર રહ્યા હતા. અત્રે ઉલેખનીય છેકે, મોરબીના પત્રકારોની ટીમમાંથી ઘણા પત્રકારોએ તો વર્ષો પછી બેટ અને બોલ હાથમાં પકડ્યા હતા તો પણ ફ્રેંડલી ક્રિકેટ મેચમાં મેદાન ઉપર બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં ખુબ જ શરૂ પ્રદર્શન કર્યું હતું જેથી પોલીસ અધિકારીઓએ પણ તેની ખેલ દિલીને બિરદાવી હતી.







