વિજ્ઞાન ગુર્જરી અને ISRO સાથે મળી “સ્પેસ ઑન વ્હીલ્સ” – અંતરિક્ષ વિજ્ઞાન જન-જન સુધી પહોંચાડવાની નવીન પહેલ કરતું અનોખું મોબાઇલ મ્યુઝિયમ સ્કૂલ ખાતે આગમન થયેલ

16 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ધ કે.પી.ઇ.એસ.ઇંગ્લિશ હાઈ.ભાવનગર.આ પહેલ હેઠળ એક વિશેષ રીતે સજ્જ બસને ફરતું વિજ્ઞાન મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે, જે ભારતની ગૌરવપૂર્ણ અંતરિક્ષ સિદ્ધિઓને જનતા સુધી પહોંચાડે છે.“સ્પેસ ઑન વ્હીલ્સ” મોબાઇલ પ્રદર્શન દ્વારા ચંદ્રયાન, મંગલયાન, ગગનયાન જેવી ISROની મહત્ત્વપૂર્ણ મિશનોના મોડેલ્સ, રેપ્લિકા, ઇન્ટરએક્ટિવ ડિસ્પ્લે અને શૈક્ષણિક માહિતી રજૂ કરવામાં આવે છે. ઉપરાંત, અંતરિક્ષ ટેકનોલોજીના રોજિંદા જીવનમાં થતા ઉપયોગો વિશે પણ સરળ અને રસપ્રદ રીતે માહિતી આપવામાં આવે છે.
આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને યુવાનોમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ જગાવવાનો, અંતરિક્ષ ટેકનોલોજી સાથે તેમનો સંપર્ક વધારવાનો અને STEM (વિજ્ઞાન, ટેકનોલોજી, ઇજનેરી અને ગણિત) ક્ષેત્રોમાં કારકિર્દી માટે પ્રોત્સાહન આપવાનો છે. આ ઉપરાંત *ચિલ્ડ્રન યુનિવર્સિટી, ગાંધીનગર ની ટોય ઈનોવેશનની એક્ઝિબીશન બસ અને ગુજરાત એનર્જી ડેવલોપમેન્ટ એજન્સી (GEDA) ની એક્ઝિબીશન બસો ગુજરાત રાજય નાં વિસ્તારો માં હજારો વિદ્યાર્થીઓ અને નાગરિકોને અંતરિક્ષ વિજ્ઞાન દુનિયાની સફર કરાવતી મોબાઈલ બસ તા. ૧૩ જાન્યુઆરીના રોજ કે.પી.ઇ.એસ હાઈ. ભાવનગર ખાતે આવેલ આ પ્રદર્શનમાં ગુ.મા.અને ઉ.મા શિક્ષણ બોર્ડના સરકાર નિયુક્ત બોર્ડ મેમ્બર ભાવિનભાઈ , જ્ઞાનગુરુ સ્કૂલના સંચાલક મનહરભાઈ , આ આખા જ કાર્યક્રમમા જેઓએ ખૂબ સુંદર સંકલન કરેલ એવા પ્રો.ડો.આસ્તિકભાઈ , સંસ્થાના ચેરમેન , સેક્રેટરી , ટ્રેઝરર , એડમિનિસ્ટ્રેર તમામ વિભાગોના વડાઓ વિગેરેની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું ઉદ્દઘાટન થયુ.જેમાં સમાપન સમયે આદરણીય શ્રી રાજુભાઈ રાણા સાહેબ અને જીતુભાઇ બોરીસાગરની મુલાકત વિશેષ રહી.આ કાર્યક્રમમાં આચાર્યશ્રી તરુણભાઈ વ્યાસે સૌને શાબ્દિક આવકાર આપેલ. વિદ્યાર્થીઓને જીવન ઉપયોગી અવનવી માહિતી જોવા – જાણવા,વિચારો રજૂ કરવા નો અવસર પ્રાપ્ત થયો. આ શાળા ઉપરાંત અન્ય શાળાના અંદાઝે 1900 કરતા વધુ વિધાર્થીઓએ આ માધ્યમ થી જ્ઞાન પ્રાપ્ત કર્યું .સમગ્ર આયોજનમાં
ડો. આસ્તિક ધાંધીયા સહસચિવ, વિજ્ઞાન ગુર્જરી, ગુજરાત પ્રાંત પ્રો. મુંજાલ ભટ્ટ જિલ્લા સંયોજકશ્રી તરૂણભાઇ વ્યાસ આચાર્યશ્રી કે.પી.ઇ.એસ સ્કૂલ જલ્પા ગેડિયા સાયન્સ ટીચર તેમજ સ્કૂલના તમામ સ્ટાફે જહેમત ઉઠાવેલ.ઉપસ્થિતોનો આભાર જીતેન્દ્ર પાટીલે કરેલ.કાર્યક્રમનું સંચાલન રાજેશ રાજપરાએ કરેલ.












