જી. ડી. મોદી કોલેજ ઓફ આર્ટ્સ, પાલનપુરના ઇનો વેશન ક્લબ દ્વારા વિદ્યાર્થીઓમાં સ્વ નિર્ભ૨તા, સર્જનાત્મકતા અને પ્રયોગશીલ દૃષ્ટિકોણ વિકસે તે હેતુથી બે દિવસીય DIY (Do It Yourself) વર્કશોપનું આયોજન કરવા માં આવ્યું.

16 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જી. ડી. મોદી કોલેજ ઓફ આર્ટ્સ, પાલનપુર – ઇનોવેશન ક્લબ માર્ગદર્શન: પ્રિન્સિપાલ શ્રી ડૉ. રાધાબેન એમ. પટેલ જી. ડી. મોદી કોલેજ ઓફ આર્ટ્સ, પાલનપુરના ઇનો વેશન ક્લબ દ્વારા વિદ્યાર્થીઓમાં સ્વ નિર્ભ૨તા, સર્જનાત્મકતા અને પ્રયોગશીલ દૃષ્ટિકોણ વિકસે તે હેતુથી બે દિવસીય DIY (Do It Yourself) વર્કશોપનું આયોજન કરવા માં આવ્યું. આ વર્કશોપ પ્રિન્સિપાલ શ્રી ડૉ. રાધા બેન એમ. પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો.2. વર્કશોપનો ઉદ્દેશ
વિદ્યાર્થીઓમાં જાતે બનાવવાની (DIY) કુશળતા વિકસાવવી.નવીન વિચારધારા અને સર્જનાત્મકતા પ્રોત્સા હિત ક૨વી.વ્યવહારુ જ્ઞાન દ્વારા આત્મવિશ્વાસ વધારવો.
નવી ટેકનિક્સ અને સામગ્રી વિશે જાણકારી આપવી.3. સંસાધન વ્યક્તિ
વર્કશોપમાં સંદીપભાઈ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમણે વિદ્યાર્થીઓને દસથી પણ વધુ DIY પ્રવૃત્તિઓ અંગે પ્રાયોગિક તાલીમ આપી.
4. વર્કશોપની પ્રવૃત્તિઓ
વિવિધ DIY મોડેલ્સ બનાવવાની પ્રાયોગિક તાલીમ.
ઓછા ખર્ચે ઉપયોગી વસ્તુઓ બનાવવાની પદ્ધતિ.
વેસ્ટ મટિરિયલમાં થી નવી વસ્તુઓ તૈયાર કરવાની રીત.ટીમવર્ક દ્વારા સમૂહ પ્રવૃત્તિઓ.
5. પ્રથમ દિવસ (12 જાન્યુઆરી, 2026)
વર્કશોપનું ઉદ્ઘાટન અને પરિચય સત્ર.
DIY વિષયક મૂળભૂત જાણકારી.
પ્રાથમિક પ્રાયોગિક પ્રવૃત્તિઓ.વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી.6. દ્વિતીય દિવસ (13 જાન્યુઆરી,2026)અદ્યતન DIY પ્રોજેક્ટ્સ પર તાલીમ.વિદ્યાર્થીઓ દ્વારા જાતે મોડેલ્સ નું નિર્માણ.
પ્રશ્નો ત્તરી અને માર્ગદર્શન સત્ર.તૈયાર થયેલા પ્રોજેક્ટ્સ નું પ્રદર્શન.7.વિદ્યાર્થીઓની પ્રતિભાવ વર્કશોપ દરમિયાન વિદ્યાર્થીઓ એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. DIY પ્રવૃત્તિઓ દ્વારા તેમને નવું શીખવા મળ્યું અને પોતાની સર્જનાત્મક ક્ષમતાનો વિકાસ થયો હોવાનું તેમણે વ્યક્ત કર્યું.8. લાભ અને પરિણામ વિદ્યાર્થીઓમાં નવીનતાઅને સ્વાવલંબનનો વિકાસથયો.જાતે કામ કરવાની માનસિકતા અને આત્મવિશ્વાસમાં વધારો થયો.ઓછા સાધનોમાં ઉપયોગી વસ્તુઓ બનાવવાની કળાવિકસી.સર્જનાત્મક વિચારશક્તિ અને સમસ્યા ઉકેલવાની ક્ષમતામાં સુધારો થયો.ટીમવર્ક અને સહકારની ભાવના વિકસી.9.શૈક્ષણિકપ વૃત્તિ DIY પ્રવૃત્તિઓ દ્વારા સિદ્ધાંત અને વ્યવહાર વચ્ચેનો સેતુ મજબૂત બન્યો.ઇનોવેશન અને સ્કિલ ડેવલપમેન્ટ અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવી.ભવિષ્યમાં સ્વરોજગાર અને સ્ટાર્ટ-અપ માટેપ્રેરણામળી.10. આયોજન અને વ્યવસ્થાપન ઇનોવેશન ક્લબ દ્વારા સમગ્ર આયોજન સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું.જરૂરી સાધન-સામગ્રી અને માર્ગદર્શન સમયસર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું.સંસાધન વ્યક્તિનું સહકારપૂર્ણ અનેપ્રેરક માર્ગદર્શન પ્રાપ્ત થયું.11. સમાપન આ બે દિવસીય DIY વર્કશોપ વિદ્યાર્થીઓ માટે અત્યંત લાભદાયક અને પ્રેરણાદાયક સાબિત થયો. પ્રિન્સિપાલ શ્રીડૉ. રાધાબેન એમ. પટેલના માર્ગદર્શન અને ઇનોવેશન ક્લબના સુચારુ આયોજનના પરિણામે વર્કશોપ સફળતાપૂર્વક સંપન્ન થયો. ડૉ દીપકભાઈ પટેલ તેમજ મનાલીબેન ગઢવી ધ્વાર | આયોજન કરવામાં આવ્યું.ડૉ મિહિરભાઈ પટેલ પણ તેમાં હાજર રહ્યાં.આવા વર્કશોપો દ્વારા વિદ્યાર્થીઓમાં વ્યવહારુ જ્ઞાન, સર્જનાત્મકતા અને આત્મનિર્ભરતાનો વિકાસ થતોરહે તે માટેભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો યોજવાની જરૂરિયાત છે. 61 વિદ્યાર્થીઓ હાજર હતા.







