GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી કાચબા શિકાર કેસમાં બે આરોપી નિર્દોષ છુટકારો 

MORBI:મોરબી કાચબા શિકાર કેસમાં બે આરોપી નિર્દોષ છુટકારો

 

 

મોરબીના પીપળી ગામ નજીક વર્ષ ૨૦૧૮માં કાચબાના શિકારના કેસમાં પુરાવા શંકાસ્પદ સાબિત થતા મોરબીની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે બંને આરોપીઓને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો હુકમ કર્યો છે. ફરિયાદ પક્ષ પંચ અને સાક્ષીઓ આરોપ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

કેસની ટુક વિગત મુજબ, વર્ષ ૨૦૧૮માં વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની કલમ મુજબ નોંધાયેલા કાચબા શિકારના કેસની ફરિયાદ મુજબ આરોપીઓએ તા.૨૨/૦૬/૨૦૧૮ ના રોજ પીપળી ગામના રેવન્યુ ખરાબા વિસ્તારમાં પાંચ કાચબાનો શિકાર કરી તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા તથા કાચબાના માંસના ટુકડા બનાવી સ્થળ પર મૂકી ભાગી ગયા હતા. આ બાબતે રેન્જ ફોરેસ્ટ ઓફિસ મોરબી ખાતે ફરિયાદ નોંધાઈ હતી. તપાસ બાદ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.ત્યારે ઉપરોક્ત કેસ મોરબીની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલુ જતા જેમાં ફરીયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલા પંચ સાક્ષીઓ તથા અન્ય સાક્ષીઓ ફરિયાદની હકીકતને સમર્થન આપી શક્યા ન હતા. અટક પંચનામા અને દફનવિધિ પંચનામાના પંચો ફરી ગયા હતા અને એ.પી.પી. દ્વારા સૂચક પ્રશ્નો પૂછ્યા છતાં પણ આરોપ સામે વિશ્વસનીય પુરાવો રજૂ થયો ન હતો. સાક્ષીઓની જુબાનીમાં એટલું તો સામે આવ્યું કે પીપળી ગામેથી પશુનું માંસ અને અવશેષ મળ્યા હતા, પરંતુ તે કાચબાનું જ માંસ હતું અને તેનો શિકાર આરોપીઓએ કર્યો હતો તે બાબત શંકા રહિત પુરવાર થઈ શકી નહોતી. ત્યારે બચાવ પક્ષના વકીલ એડવોકેટ સુખદેવ રમેશભાઈ દેલવાણીયાએ કાયદાકીય જોગવાઈઓ તથા કેસના સંજોગોને આધારે ધારદાર દલીલો રજૂ કરી હતી. કોર્ટએ આ દલીલો માન્ય રાખી પુરાવાના અભાવને ધ્યાને લઈ બંને આરોપીઓને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

Back to top button
error: Content is protected !!