BODELICHHOTA UDAIPUR

સવારે મળે, સાંજે ન મળે! બોડેલી CHCમાં ડોક્ટરની હાજરી પર પ્રશ્નો

બોડેલી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રોજબરોજ મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. અહીં ડિલિવરીના કેસો પણ નોંધપાત્ર સંખ્યામાં નોંધાતા હોવાથી આ સરકારી દવાખાનામાં અગાઉ લોકોને સારી અને સંતોષકારક સારવાર મળી રહી હતી.
પરંતુ હાલ બોડેલી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ગાયનેક સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરને છોટાઉદેપુરનો વધારાનો ચાર્જ આપવામાં આવતા બોડેલી ખાતે ગાયનેક ડોક્ટરની ખોટ સર્જાઈ છે. પરિણામે મહિલાઓને ખાસ કરીને ડિલિવરી અને સ્ત્રીરોગ સંબંધિત સારવાર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ ઉપરાંત બોડેલી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં નિમણૂક કરાયેલા અન્ય સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોની ગેરહાજરી પણ ગંભીર મુદ્દો બની ગયો છે. બોડેલી નગર તેમજ આજુબાજુના ગામડાઓમાંથી સારવાર માટે આવતા દર્દીઓને વારંવાર ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે. ડોક્ટરોની નિમણૂક હોવા છતાં દર્દીઓને અન્ય દવાખાનાઓ અથવા બીજા ડોક્ટરો પાસે સારવાર લેવાની ફરજ પડે છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે સરકાર દ્વારા નિમાયેલા ડોક્ટરો દવાખાનામાંથી અચાનક ગાયબ થઈ જતા જોવા મળે છે.ડોક્ટર સવામાં તો આવે છે પરંતુ સાંજના સમયમાં દેખાતા નથી આવા સંજોગોમાં પ્રશ્ન ઊભો થયો છે કે શું આ ડોક્ટરો માત્ર પોતાના અનુભવ માટે જ અહીં આવે છે અને પછી ફરજ બજાવ્યા વગર પરત ફરી જાય છે?
આવા અનેક પ્રશ્નો બોડેલી નગરના લોકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે, જેના કારણે લોકોમાં ભારે રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે. લોકો દ્વારા આરોગ્ય વિભાગ સમક્ષ માંગ કરવામાં આવી રહી છે કે બોડેલી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તમામ સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોની નિયમિત હાજરી સુનિશ્ચિત કરવામાં આવે અને લોકોને સમયસર તથા યોગ્ય સારવાર મળી રહે તે માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે.

રિપોર્ટર તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!