આણંદ જિલ્લામાં ચાઇનીઝ દોરી ઘસાવાથી 8વર્ષ ના બાળકનું મોત, 8ને ગંભીર ઇજા

આણંદ જિલ્લામાં ચાઇનીઝ દોરી ઘસાવાથી 8વર્ષ ના બાળકનું મોત, 8ને ગંભીર ઇજા
તાહિર મેમણ – આણંદ – 16/01/2026 – આણંદ જિલ્લામાં ઉત્તરાયણ પર્વ પર ચાઇનીઝ દોરી જીવલેણ આણંદ જિલ્લામાં બાઇક પર પિતા સાથે બહાર થઇ રહેલા 8 વર્ષના બાળક ગળામાં ચાઇનીસ દોરી 5 સેમી ઉંડો ઘસરો વાગતાં મુખ્ય નશ કપાઇ જતાં સારવાર મળે તે પહેલા તેનું મોત નિપજયું હતું. જ્યારે અન્ય નવ વ્યકિતોઓના ગળા,નાક અને કાન કપાઇ જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાય હતા.
ખંભાતના બાજીપુરા ગામના પુનમભાઇ મઇજીભાઇ પરમાર ઉ.વ 23 સાંજના સમયે બાઇક લઇને કલમસરથી ઘરે આવવા નીકળ્યો હતો.ત્યારે રસ્તામાં દોરી પડતાં નાકના ભાગે ઘસરકો વાગી જતાં ગંભીર ઇજા થતાં તાત્કાલિક ખંભાત હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં તેને 16 ટાંકા લઇને સારવાર આપવામાં આવી હતી.
આણંદના અશોકભાઈ રામભાઈ ઠાકોર ( ઉં વ 45) જીટોડીયા થી વણસોલ નો કૂવો મોગરી રોડ તરફ પોતાના બાઇક લઈને જતા અચાનક પતંગ દોરો રસ્તા વચ્ચે આવી જતા અશોકભાઈ ને ગાળાના ભાગે ગંભીર ઇજા થઈ હતી.
તેઓને 108 દ્વારા સારવાર માટે કરમસદ હોસ્પિટલમા ખસેડવામાં આવ્યાં હતા.તેઓને 12 ટાંકા લેવા પડયા હોવાનું જણાવા મળેલ છે.
સરસા ગામના નામે હિતેશભાઈ પ્રભાતભાઈ પઢીયાર ( ઉંમર 35 વર્ષ) મોગર થી વલીપુરા (સારસા સીમ) રોડ તરફ પોતાના બાઇક લઈને જતા અચાનક પતંગ નો દોરો રસ્તા વચ્ચે આવી જતા હિતેશભાઈ ને ગાળાના ભાગે ઇજા થઈ હતી. ઇજા થતા તરત જ તેઓને આસપાસ ના લોકો 108 બોલાવીને સારવાર માટે આણંદ સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.





