DEDIAPADAGUJARATNARMADA

ડેડીયાપાડા – સાગબારા તાલુકામાં “બેટી બચાવો બેટી પઢાવો” અંતર્ગત તેજસ્વી દિકરીઓનું સન્માન

ડેડીયાપાડા – સાગબારા તાલુકામાં “બેટી બચાવો બેટી પઢાવો” અંતર્ગત તેજસ્વી દિકરીઓનું સન્માન

તાહિર મેમણ – ડેડીયાપાડા- 16/01/2026 – સાગબારા તાલુકાના સેલંબા હાઈસ્કૂલ ખાતે “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સાગબારા તાલુકામાં ગત વર્ષે એસ.એસ.સી. તથા એચ.એસ.સી. બોર્ડ પરીક્ષામાં ૮૦ ટકા કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર કુલ ૨૪થી વધુ તેજસ્વી દિકરીઓ તથા તેમના વાલીઓનું તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ચંપાબેન વસાવાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

 

કાર્યક્રમ દરમિયાન તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ચંપાબેન વસાવા, આચાર્યશ્રી તથા અન્ય મહેમાનોના હસ્તે વિદ્યાર્થિનીઓને બેગ, નોટબુક, કંપાસ બોક્સ, પેન, વોટર બોટલ, લંચ બોક્સ, કેલેન્ડર, હાઈજીન કીટ, મગ સહિતની શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

આ સમગ્ર કાર્યક્રમ જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે. મોદી તથા જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી તથા ડી.એચ.ઈ.ડબ્લ્યુ દ્વારા શિક્ષણ વિભાગ અને ગૃહ વિભાગના સહયોગથી સફળતાપૂર્વક યોજાયો હતો.

 

આ કાર્યક્રમ દરમિયાન દિકરીઓ માટે સ્વ-બચાવ, સાયબર સેફ્ટી, સી-ટીમ સાથે સંવાદ તેમજ વિવિધ સરકારની યોજનાઓ અને કાયદાઓ અંગે જાગૃતિ લાવવા માટે વિશેષ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા દિકરીઓના શિક્ષણ પ્રત્યે ઉત્સાહ વધારવા સાથે સમાજમાં દિકરીઓના સશક્તિકરણનો સંદેશ અસરકારક રીતે પહોંચાડવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!