
ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકા કોર્ટમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો
કરજણ તાલુકાના રણાપુર ગામના હસમુખભાઈ શાંતિલાલ દવે દ્વારા કરજણ તાલુકાના નારેશ્વર ફોરેસ્ટ વન કુટીરમાં રહેતા સુરેશભાઈ ભીખાભાઈ વસાવા સામે તારીખ 18 જૂન 2016ના રોજ નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ મુજબ આરોપીએ અંગત જરૂરિયાત માટે રૂપિયા દોઢ લાખ લીધા હોવાનું તથા તેની સામે બેંક ઓફ બરોડા, સીમડી શાખાનો ચેક આપ્યો હોવાનું જણાવાયું હતું. ચેક અપૂરતા ભંડોળના કારણે પરત ફરતા કાયદેસરની નોટિસ બાદ કોર્ટમાં કેસ દાખલ થયો હતો.
કેસની સુનાવણી દરમિયાન ફરિયાદ પક્ષે દલીલો રજૂ કરી હતી, જ્યારે આરોપી પક્ષ તરફથી એડવોકેટ આર.એફ. ગીરાસિયા દ્વારા વિવિધ ચુકાદાઓના આધારે દલીલો કરવામાં આવી હતી.
લગભગ 9 વર્ષ 6 મહિના અને 20 દિવસ બાદ, શિનોરના પ્રિન્સિપાલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ શ્રીમતી મેહજબીન બેગમ મહેબૂબમિયા સૈયદ દ્વારા તારીખ 8 જાન્યુઆરી 2026ના રોજ ખુલ્લી અદાલતમાં આરોપી સુરેશભાઈ વસાવાને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો હતો.




