DEVBHOOMI DWARKAKHAMBHALIYA

પાછતર આરોગ્ય કેન્દ્ર ખાતે ખંભાળિયા સિવિલ હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે બ્લ્ડ ડોનેશન કેમ્પ યોજાયો

માહિતી બ્યુરો, દેવભુમિ દ્વારકા

લોહીની ખામી વાળા સગર્ભા બહેનો તેમજ ડિલિવરી દરમિયાન કે પછી પણ બ્લડ આપવું પડતું હોય અને થેલેસેમીયા દર્દીઓને દર મહિને બ્લ્ડની આપવાનું હોવાથી જનરલ હોસ્પિટલ ખંભાળિયા ખાતે બ્લડની ખૂબ જરૂરિયાત રહેતી હોય છે. બ્લ્ડની અછત ન રહે તે માટે છેલ્લા ત્રણ વર્ષથી જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા નિયમિત રીતે બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવે છે. તા.૧૫/૦૧/૨૦૨૬ના રોજ પાછતર આરોગ્ય કેન્દ્ર ખાતે સંકલ્પ ગ્રુપ અને પાછતર પી.એચ.સી ના સ્ટાફના સહયોગ થી કુલ ૩૦ યુનિટ બ્લડ એકત્ર કરીને ખંભાળિયા સરકારી બ્લ્ડ બેંકને અર્પણ કરવામાં આવ્યું હતું. તાલુકા હેલ્થ ઓફિસર ડો.પ્રકાશ ચાંડેગ્રા અને  ભાણવડની મોદી હોસ્પિટલના ડૉ.નિશિત મોદી દ્વારા કેમ્પમાં રક્તદાતાઓને ભેટ અને પ્રશસ્તિ પત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ કેમ્પ પાછતર આરોગ્ય કેન્દ્ર માં ફરજ બજાવેલ કર્મચારી સ્વ. વ્રજેશભાઇ પરમારની શ્રદ્ધાંજલી તરીકે આયોજિત કરવામાં આવેલ હતો. લોકોએ દર ત્રણ મહિને રક્તદાન કરી શકે છે. રક્તદાન કેમ્પમાં ઉત્સાહપુર્વક જોડાવા અને નિયમીત રીતે સરકારી હોસ્પિટલ ખાતે રક્તદાન કરવા જિલ્લા આરોગ્ય તંત્ર અને સંકલ્પ ગ્રુપ દ્વારા જાહેર જનતા અપીલ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!