
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : શામળાજી પોલીસે ટ્રકમાંથી 12.62 લાખનો દારૂ અને કારમાંથી 318 બોટલ જપ્ત કરી
અરવલ્લી જીલ્લા પોલીસે બુટલેગરો સામે તવાઈ બોલાવી છે પોલીસ બાતમીદારો સક્રિય કરી બુટલેગરોના દારૂ ઘુસાડવાના મનસુબા પર પાણી ફેરવી રહી છે શામળાજી પોલીસે ટ્રકમાં ગુપ્તખાનું બનાવી સંતાડેલ 12.62 લાખનો વિદેશી દારૂ સાથે અમદાવાદ નરોડાના દિનેશ મારવાડી નામના બુટલેગરને દબોચી લીધો હતો અન્ય એક કારનો ફિલ્મી ઢબે પીછો કરી બોબીમાતા ચેકપોસ્ટ નજીકથી 94 હજારનો દારૂ જપ્ત કર્યો હતો બુટલેગર ડુંગરમાં ખોવાઈ ગયો હતો
અરવલ્લી SP મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ શામળાજી PI એસ.એસ. માલ અને તેમની ટીમે રાઉન્ડ ધી ક્લોક વાહનોનું ચેકીંગ અને પેટ્રોલિંગ હાથધરી બુટલેગરોના વિદેશી દારૂ ઘુસાડાવાના અવનવા કિમીયા પર પાણી ફેરવી દેતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે બુટલેગરો પોલીસની આંખોમાં ધૂળ નાખી દારૂ રાજ્યમાં ઠાલવવા મરણીયા બન્યા છે
શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતા બંધ બોડીના ટ્રકને અટકાવી તલાસી લેતા ટ્રક ખાલી હોવાથી પોલીસે શકના આધારે વધુ ઝીણવટ ભરી તલાસી લેતા ટ્રકમાં ગુપ્તખાનું મળી આવ્યું હતું ગુપ્તખાનામાં સંતાડેલ વિદેશી દારૂની 4176 બોટલ કિં.રૂ1262400/નો જથ્થો જપ્ત કરી ટ્રક ચાલક દિનેશ મોહન મારવાડી (રહે,નરોડા-અમદાવાદ)ને જપ્ત કરી
દારૂ, ટ્રક મોબાઇલ મળી રૂ.22.67 લાખનો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાન જયપુરના નાથજી નામના બુટલેગર સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી અન્ય એક કારનો વસોયા નજીકથી ફિલ્મીઢબે પીછો કરતા બુટલેગર કાર બોબીમાતા ચેકપોસ્ટ નજીક મૂકી ફરાર થઇ જતા 94 હજારના વિદેશી દારૂ સાથે 4.94 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે





