
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસાના ભવાનપુર પાસે નેપાળની યુવતીએ ગળેફાંસો ખાધો, પતિ-પત્ની વચ્ચે ગૃહકલેશ બાદ દુઃખદ બનાવ – મોબાઈલ ની જીદ મોતનું કારણ..!!!
મોડાસા તાલુકાના ભવાનપુર નજીક એક કરુણ ઘટના સામે આવી છે, જેમાં નેપાળની યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. બનાવથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.પ્રાપ્ત માહિતી મુજબ નેપાળથી આવેલા પતિ-પત્ની ભવાનપુર વિસ્તારમાં રહી ચાઈનીઝ મંચુરિયનનો ધંધો કરતા હતા. ઘટનાના દિવસે પતિ-પત્ની વચ્ચે ગૃહકલેશ થયો હતો. દરમિયાન પત્નીએ મોબાઇલ ફોન લઈ આપવાની માગણી કરી હતી, પરંતુ પતિએ ફોન લઈ આપવાની ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થઈ હોવાનું જાણવા મળ્યું છે.આ ગૃહકલેશ બાદ પત્નીએ ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવની જાણ થતા આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.મોડાસા રૂરલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુ તપાસ માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો છે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે.આ દુઃખદ ઘટનાએ શ્રમિક પરિવારની નાજુક સ્થિતિ અને ઘરેલુ કલેશની ગંભીરતા તરફ ફરી એક વખત ધ્યાન દોર્યું છે.





