MORBI:મોરબીના નવા જાંબુડીયામાં ગામે ઈંડા લેવા બાબતે દુકાનધારક પિતા-પુત્રને માર માર્યો

MORBI:મોરબીના નવા જાંબુડીયામાં ગામે ઈંડા લેવા બાબતે દુકાનધારક પિતા-પુત્રને માર માર્યો
મોરબીના નવા જાંબુડીયા ગામે કેબિન ચલાવતા વેપારી સાથે ઈંડા લેવા આવેલા મજૂર બાબતે બોલાચાલી બાદ કારખાનેદાર અને તેના બે સાથીઓએ ગાળો આપી લાકડી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં દુકાન ધારક પિતા-પુત્રને ઇજાઓ થતાં સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામે તા. ૧૫/૦૧/૨૦૨૬ના રોજ સાંજના સમયે કેબિન સંચાલક ફરિયાદી મહેશભાઈ વીરજીભાઈ ખરા ઉપર હુમલાની ઘટના સામે આવી છે. જે બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી માર્ગો મેક્સ કારખાનાના શેઠ અશોક પટેલ તથા તેના બે સાથીઓ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ મુજબ, ગત તા.૧૫/૦૧ના રોજ ઉપરોક્ત કારખાનેથી એક મજૂર ફરિયાદીની દુકાને ૫૦ નંગ બાફેલા ઈંડા લેવા આવ્યો હોય, જેથી હાલ આટલા ઈંડા તૈયાર ન હોવા અંગે કહેતા, આવેલ મજુર ગાળો આપીને ધમકી આપતો હોય, ત્યારબાદ માર્ગો મેક્સ કંપનીના સુપરવાઈઝર અને બાદમાં કંપનીના શેઠ અશોક પટેલ સ્થળ પર આવી અપશબ્દો બોલી લાકડી લાવી ફરિયાદી મહેશભાઈના પગ પર માર કર્યો હતો અને તેના બે સાથીઓએ ઢીકા પાટુનો માર મારતા હોય તે દરમિયાન મહેશભાઈનો દીકરો ચંદ્રકાંતભાઈ તેમને છોડાવવા વચ્ચે પડતા પુત્રને પણ ત્રણેય આરોપીઓ દ્વારા માર માર્યો હતો. આ દરમિયાન આજુબાજુના દુકાન ધારકોએ વચ્ચે પડી બંનેને છોડાવ્યા હતા. હુમલામાં મહેશભાઈને પગ, છાતી સહિત શરીરના ભાગોમાં ઇજાઓ થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મોરબી સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલ તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.







