GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER વાંકાનેર 108ની ટીમ: શ્વાસની તકલીફ ધરાવતી 1 કલાકની બાળકીને સમયસર મોરબી પહોંચાડી જીવતદાન આપ્યું

WAKANER વાંકાનેર 108ની ટીમ: શ્વાસની તકલીફ ધરાવતી 1 કલાકની બાળકીને સમયસર મોરબી પહોંચાડી જીવતદાન આપ્યું

 

 

વાંકાનેરમાં આજે 108 ઇમરજન્સી સેવાની ટીમે પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને તત્પરતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. માત્ર એક કલાકની નવજાત બાળકી, જેને જન્મ સમયે ઓક્સિજનની ગંભીર કમી હતી, તેને ગણતરીની મિનિટોમાં વાંકાનેરથી મોરબી સિવિલ હોસ્પિટલ પહોંચાડી નવું જીવન આપ્યું છે.

આજે સવારે અંદાજે 12 વાગ્યે વાંકાનેર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ (SDH) ખાતેથી 108 ટીમને ડૉ. રૂપાલા તરફથી એક ઇમરજન્સી કોલ મળ્યો હતો. ‘બેબી ઓફ રોહનાબેન’ તરીકે ઓળખાતી આ નવજાત બાળકીને જન્મ બાદ શ્વાસ લેવામાં તકલીફ (ઓક્સિજનની કમી) હોવાથી તેની હાલત નાજુક હતી. બાળકીની સ્થિતિ જોતા તેને વધુ સારવાર માટે તાત્કાલિક મોરબી રિફર કરવી અનિવાર્ય હતી.

કોલ મળતાની સાથે જ EMT પ્રવીણભાઈ મેર અને પાયલોટ લાલજીભાઈ પ્રલિયા ગણતરીની મિનિટોમાં હોસ્પિટલ પહોંચી ગયા હતા. એમ્બ્યુલન્સમાં બાળકીને શિફ્ટ કર્યા બાદ, ERCP ના ડૉ. રામાણી સર ના માર્ગદર્શન હેઠળ બાળકીને જરૂરી ઓક્સિજન સપોર્ટ અને પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી હતી.સમયસૂચકતા અને સફળતા:નવજાત બાળકી માટે એક-એક સેકન્ડ કિંમતી હતી. પાયલોટ લાલજીભાઈએ ટ્રાફિક વચ્ચે પણ અત્યંત કુશળતાપૂર્વક એમ્બ્યુલન્સ ચલાવીને ખૂબ જ ટૂંકા સમયમાં વાંકાનેરથી મોરબી સિવિલ હોસ્પિટલ પહોંચાડી હતી. રસ્તામાં EMT પ્રવીણભાઈએ બાળકીની સ્થિતિ પર સતત દેખરેખ રાખી ઓક્સિજન લેવલ જાળવી રાખ્યું હતું.સમયસર હોસ્પિટલ પહોંચાડવાને કારણે બાળકીને સમયસર વધુ સારવાર મળી શકી છે. બાળકીના પરિવારજનોએ 108ની ટીમ અને ડોક્ટરોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. 108ની આ કામગીરીની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે.

Back to top button
error: Content is protected !!