GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા ક્લસ્ટર નં. ૧ની વિઝીટ કરવામાં આવી

MORBI:મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા ક્લસ્ટર નં. ૧ની વિઝીટ કરવામાં આવી

 

 

તા. ૧૨/૦૧/૨૦૨૬ના રોજ કમિશ્નરશ્રી દ્વારા ક્લસ્ટર નં. ૧ની વિઝીટ કરવામાં આવેલ. જેમાં ક્લસ્ટર નં. ૧ના સફાઈ કર્મચારીની હાજરીની ચકાસણી કરવામાં આવેલ. આ ઉપરાંત પંચાસર, વાવડી રોડ તેમજ વાવડી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ GVP પોઈન્ટ તેમજ હેન્ડકાર્ટ પોઈન્ટની વિઝીટ કરવામાં આવેલ.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા દર મંગળવારે અઠવાડીક સફાઈ ઝુંબેશ અંતર્ગત વાવડી પંચાયત મેઈન રોડ, ધોળેશ્વર રોડ, મહેન્દ્રનગર બસ સ્ટેન્ડથી રામ વાડી, ભડીયાદ રોડ, પોલીસ લાઈન પાછળ, ઉમિયા સર્કલ થી ભક્તિનગર સર્કલ, નવલખી રોડ, રવાપર ધુનડા રોડ તથા લીલાપર ગ્રામ પંચાયત ખાતે ખાસ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ.

આ ઉપરાંત એક શાળા એકવાર કાર્યક્રમ અંતર્ગત |સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને સુકા તથા ભીના કચરાનું વર્ગીકરણ, કચરાનું સંગ્રહ, પરિવહન તથા રિસાયકલીંગ તેમજ સ્વચ્છતા જાળવવા અંગે નાગરીકોની જવાબદારી અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવેલ. વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વિકસે તથા તેઓ સ્વચ્છતા અંગેનો સંદેશ પોતાના પરિવાર અને સમાજ સુધી પહોંચાડે તે હેતુથી જરૂરી સમજ અને માર્ગદર્શન આપવામાં આવેલ.

Back to top button
error: Content is protected !!