GUJARATMORBIMORBI CITY / TALUKO

WAKANER:વાંકાનેરના દિક્ષીત વાઘેલાએ ધો.-૧૨ (વિજ્ઞાન પ્રવાહ) ની પરીક્ષામાં ૮૩.૮૩ ટકા સાથે ઉત્તીર્ણ થઈ સફાઈ કામદારનાં આશ્રિતો પૈકી સમગ્ર રાજયમાં દ્વિતીય

WAKANER:વાંકાનેરના દિક્ષીત વાઘેલાએ ધો.-૧૨ (વિજ્ઞાન પ્રવાહ) ની પરીક્ષામાં ૮૩.૮૩ ટકા સાથે ઉત્તીર્ણ થઈ સફાઈ કામદારનાં આશ્રિતો પૈકી સમગ્ર રાજયમાં દ્વિતીય

 

 

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેધી, ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણી દ્વારા સન્માન કરાયુ

મોરબી તા ૧૭ જાન્યુઆરી, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગર મોરબી જિલ્લાના વાંકાનેરના શ્રી દિક્ષીત રમણભાઈ વાઘેલાએ વર્ષ ૨૦૨૫ માં ધોરણ-૧૨ (વિજ્ઞાન પ્રવાહ) ની ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષામાં ૮૩.૮૩ ટકા સાથે ઉત્તીર્ણ થઈ સફાઈ કામદારનાં આશ્રિતો પૈકી સમગ્ર રાજયમાં દ્વિતીય સ્થાન હાંસલ કરેલ છે. ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત રાજય એ અભિનંદન આપ્યા છે. અને ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસ કરી કારકિર્દીમાં જવલંત સફળતા મેળવી સમાજમાં ઉચ્ચ સ્થાન મેળવો તેવી આપને શુભકામનાઓ તથા પ્રમાણપત્ર ગુજરાત સફાઈ કામદાર વિકાસના મેનેજીંગ ડિરેકટરશ્રી જે.એમ.તુવાર દ્વારા પાઠવવામાં આવ્યંી છે.અગાઉ દિક્ષીતને ધો.૧૦ માં ૮૬.૩૩ ટકા મેળવી સફાઈ કામદારનાં આશ્રિતો પૈકી સમગ્ર રાજયમાં પ્રથમસ્થાન મેળવ્યું હતું.દિક્ષીત રમણભાઈ વાઘેલાની આ સિદ્ધિ બદલ ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણી, કલેક્ટર શ્રી કે. બી. ઝવેરી દ્વારા સન્માન કરાયુ હતું.આ તકે ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરિયા, અને પ્રકાશભાઈ વરમોરા, કલેક્ટરશ્રી કે. બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવલદાન ગઠવી, નાયબ વન સંરક્ષક ડો.સુનિલ બેરવાલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!