થરાદના મિહિરભાઈ ત્રિવેદીએ ગુજરાત બાર કાઉન્સિલની એડવોકેટ પરીક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરી

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા એડવોકેટ માટેની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં થરાદના શ્રી મિહિરભાઈ ત્રિવેદી એડવોકેટ ની પરીક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરી અત્રે જણાવવાનું કે શ્રી મિહિરભાઈ ત્રિવેદી બીએસસી એલએલબી એમએલટી નો ઉચ્ચ અભ્યાસ કરેલ છે તેમજ ભારતીય જનતા પાર્ટી થરાદના ઉપપ્રમુખ તરીકે તેમજ બ્રાહ્મણ સમાજ થરાદના ઉપપ્રમુખ તરીકે છે શ્રી મિહિરભાઈ ત્રિવેદી ના દાદા સ્વ શ્રી તુલજાશંકરભાઈ ત્રિવેદી થરાદ વાવ દિયોદર માં ખૂબ સારી સેવા કરી લોકોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા એમના પુણ્યથી તેમજ પરિવારના ખૂબ સારા સંસ્કાર મળેલ છે મિહિરભાઈ પણ યુવા આગેવાન તેમજ સરળ સ્વભાવ ના સેવા ભાવી ધાર્મિક અને પુણ્યના કામમાં કાયમ આગળ હોય છે તેમજ સમાજ અને ગામમાં માણસો ના ખૂબ કામ કરે છે અને મિહિરભાઈ ત્રિવેદીને એડવોકેટની ગુજરાત બાર કાઉન્સિલની પરીક્ષા પાસ કરવાથી સમાજમાં અને મિત્ર મંડળમાં ખૂબ આનંદ થયો હતો અને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા સાથે સાથે જણાવવાનું કે મિહિરભાઈ ત્રિવેદી નું મૂળ વતન ચુડમેર છે પરંતુ વર્ષોથી થરાદ ખાતે રહેતા હોય થરાદ શહેર ની તમામ જ્ઞાતિમાં એમના પરિવારના ઉચ્ચ લાગણી ના સંબંધ હોવાથી દરેકને ઉપયોગી થશે અને સાચા વ્યક્તિઓને ન્યાય આપવામાં મદદ કરશે શ્રી મિહિરભાઈ ત્રિવેદીએ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર તરીકે કામગીરી કરી સમાજના કાર્યકર તરીકે પણ કામગીરી કરી તેમજ લાયન્સ ક્લબ અને રોટરી ક્લબ માં પણ ડિરેક્ટર તરીકે સેવા આપે છે નાની ઉંમરમાં ખૂબ પ્રતિષ્ઠા અને નામના મેળવી છે તેઓ શ્રી આજે પણ સેવાના કામમાં અને ગૌમાતાના માટે સેવામાં દરરોજ તૈયાર હોય છે તેઓ શ્રી ને રાજકીય અગ્રણીઓએ સામાજિક આગેવાનો ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ વાવ થરાદના સંત શ્રીઓએ પણ આશીર્વાદ આપ્યા હતા



