જેતપુરપાવી પોલીસ દ્વારા પ્રોહી દારૂની હેરાફેરી ઝડપી


પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપ સિંઘ (વડોદરા રેન્જ), પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તીયાઝ શેખ (છોટાઉદેપુર) તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી હર્ષ શર્મા (બોડેલી ડિવિઝન) દ્વારા પ્રોહી તથા જુગારની પ્રવૃત્તિઓને સદંતર રીતે નાબૂદ કરવા આપવામાં આવેલી સૂચનાઓના અનુસંધાને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જેતપુરપાવી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલ.પી. રાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા સિહોદ ગામ ત્રણ રસ્તા નજીક વાહન ચેકિંગ દરમ્યાન શંકાસ્પદ બલેનો કાર (RTO નં. MP-09-DL-8273) ને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, કાર ચાલકે વાહન રોક્યા વગર ઝડપથી હંકારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પીછો કરતા કારનું ટાયર ફાટતા ચાલક લોઢણ ગામની સીમમાં બાબાદેવ ડુંગરીની તળેટીમાં કાર મૂકી ફરાર થઈ ગયો હતો.
તપાસ દરમિયાન કારમાંથી પાસ-પરમિટ વિના ભારતીય બનાવટના વિદેશી દારૂના ક્વાર્ટર તથા બિયર મળી આવ્યા હતા. પોલીસે દારૂ સહિત બલેનો કાર કબજે કરી પ્રોહી કેસમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે
રિપોર્ટર તોસીફ ખત્રી




