GUJARATKHERGAMNAVSARI

ખેરગામના ગૌરી ગામમાં યુવાનો વચ્ચે એકતા અને ભાઈચારા માટે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

ગૌરી ગામ ખાતે ‘જય બજરંગબલી યુવક મંડળ,’અને ગ્રામપંચાયત ગૌરી દ્વારા સિઝન આઠમાં પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફક્ત ગામના જ યુવાનોની ફળિયાની 21 ટીમ બનાવી યુવાનોએ ભાગ લીધો હતો.સ્પર્ધાનું ઉદ્ધઘાટન ગામના સરપંચ પ્રકાશભાઈ પટેલ,ડો.સંજયભાઈ પટેલ, વડપાડા ગામનાં સરપંચ પંકજભાઈ. ડેપ્યુટી સરપંચ જયેશભાઈ, વિસ્તરણ અધિકારી રતિલાલ.ફોરેસ્ટર રમેશભાઈ,દૂધ મંડળીના પ્રમુખ ભરતભાઈ,ગ્રામપંચાયતના સભ્યો,આગેવાનો દ્વારા કરવામાં આવ્યુ હતું.ગામના તમામ યુવાનો, વડીલો બહેનો, નાના બાળકો તેમ આજુ બાજુના લોકોએ પણ ખૂબ આનંદ માણ્યો હતો.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગામના તમામ યુવાનો વચ્ચે એકતા, સંપ, ભાઈચારો જળવાઈ રહે તે માટેનો હતો.સ્પર્ધાના અંતમાં ફાયનલ મેચમાં સામર ફળિયાની ટીમ વિજેતા થતા ટીમને ટ્રોફી અને રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા.નિશાળ ફળિયાની ભૂતડાડા ભગવાન ટીમ રનર્સ અપ થતા તેમણે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!