BANASKANTHADEODARGUJARAT

દિયોદર લુદરા પાસે આઇશર અને દૂધના ટેન્કર વચ્ચે અકસ્માત ડ્રાઈવર નું મોત

દિયોદર લુદરા પાસે આઇશર અને દૂધના ટેન્કર વચ્ચે અકસ્માત ડ્રાઈવર નું મોત

Oplus_16908288

પ્રતિનિધિ દિયોદર કલ્પેશ બારોટ

૧૦૮ ની ટીમ ઘટના સ્થળે પહોંચી મૃતક ને ગાડી માંથી બહાર કાઢ્યો

દિયોદર તાલુકાના લુદરા પાસે શનિવારે વહેલી સવારે દૂધના ટેન્કર અને આઇશર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં દૂધના ટેન્કરમાં સવાર ડ્રાઈવર ને ગંભીર ઇજાઓ થતા મોત નિપજ્યું હતું જેને લઈ ચકચાર મચી જવા પામી હતી

જાણવા મળતી વિગત અનુસાર દિયોદર તાલુકાના લુદરા પાસે શનિવારે વહેલી સવારે ભાભર તરફ થી આવતું દૂધ ના ટેન્કર અને દિયોદર થી ભાભર તરફ જતું આઇશર ટ્રક વચ્ચે લુદરા પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં દૂધના ટેન્કર ના ડ્રાઈવર લાખાભાઇ વિહાભાઈ રબારી રહે સુરાણા તા દિયોદર વાળા ને ગંભીર ઇજાઓ થતા મોત નિપજયું હતું બનાવ ની જાણ ૧૦૮ એમ્બ્યુલ્સ ને કરતા બનાવ સ્થળે પહોંચી દૂધ ના ટેન્કર માંથી મૃતક ને ગંભીર હાલતમાં બહાર નીકળવામાં આવ્યો હતો જેમાં દિયોદર સારવાર અર્થ લઈ આવતા અધવચ્ચે મોત નિપજ્યું હતું જો કે સમગ્ર બનાવ ને લઈ દિયોદર પોલીસે અકસ્માત નો ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!