ANANDGUJARATNARMADA

દેડિયાપાડા ચીકદા PHC ખાતે કિશોરીઓના આરોગ્યની તપાસ કરવામાં આવી.

દેડિયાપાડા ચીકદા PHC ખાતે કિશોરીઓના આરોગ્યની તપાસ કરવામાં આવી.

તાહિર મેમણ- ડેડીયાપાડા- 17/01/2026 – પૂર્ણાની ઉડાન” કાર્યક્રમ ઉજવણી અંતર્ગત આઈસીડીએસ વિભાગ દ્વારા દેડિયાપાડાના ઘટક–૨ વિસ્તારમાં આવેલા ચીકદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે કિશોરીઓના સર્વાંગી સ્વાસ્થ્યના ભાગરૂપે વિશેષ આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ કાર્યક્રમ દરમિયાન હાજર રહેલી કિશોરીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને તેમનું વજન, ઊંચાઈ તથા હિમોગ્લોબિન (HB) ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન કિશોરીઓમાં એનિમિયા (લોહીની ઉણપ) અંગે માહિતી આપી, એનિમિયાના કારણો, લક્ષણો તેમજ તેને અટકાવવા માટે આયર્નયુક્ત આહાર, લીલાં શાકભાજી, દાળ, ફળો અને નિયમિત આયર્ન-ફોલિક એસિડ ગોળીઓ લેવાની અગત્યતા વિશે સમજ આપવામાં આવી હતી.

 

આરોગ્ય તપાસ દરમિયાન જે કિશોરીઓના હિમોગ્લોબિનની માત્રા ઓછી નોંધાઈ હતી તેવી કિશોરીઓને વધુ સારવાર અને માર્ગદર્શન માટે ઉચ્ચ સારવાર કેન્દ્રમાં રિફર કરવામાં આવી હતી, જેથી તેઓને યોગ્ય સારવાર સમયસર મળી શકે.

 

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કિશોરીઓમાં આરોગ્ય અંગે જાગૃતિ લાવવી, એનિમિયા જેવા રોગોથી બચાવ કરવો તેમજ તેમના શારીરિક અને માનસિક વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો. કાર્યક્રમમાં હાજર આરોગ્ય કર્મચારીઓએ કિશોરીઓને સ્વચ્છતા, પૌષ્ટિક આહાર અને નિયમિત આરોગ્ય તપાસ અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.

Back to top button
error: Content is protected !!