ANANDANAND CITY / TALUKOGUJARAT

રીક્ષા મા ભુલી ગયેલ માંગળસુત્ર રિકવર કરી પરત અપાવાતું  નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ ટિમ આણંદ

રીક્ષા મા ભુલી ગયેલ માંગળસુત્ર રિકવર કરી પરત અપાવાતું નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ ટિમ આણંદ

 

 

તાહિર મેમણ – આણંદ – 17/01/2026 – અરજદાર ચાંદીનું મંગળસૂત્ર તથા રોકડ રૂપિયા ભરેલ પર્સ રીક્ષામાં ભુલી ગયેલ જે રીક્ષા ચાલકને ગણતરીના દિવસોમાં શોધી ચાંદીનું મંગળસુત્ર તથા રોકડ રૂપિયાવાળુ પર્સ રિકવર કરી અરજદારને “તેરા તુજકો અર્પણ અંતર્ગત” પરત કરતી નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ ટીમ, આણંદ

જે દરમ્યાન ગઈ તા.૧૩/૦૧/૨૦૨૬ ના બપોરના આશરે કલાક-૧૩/૫૦ વાગ્યાના સુમારે અરજદાર સરોજબેન વા/ઓ વિજયભાઇ ગોરધનભાઇ તળપદા રહે.કરમસદ ઇન્દીરાનગરી જી.એ.બી. ની સામે તા.જી.આણંદનાઓ નડિયાદ જવા સારૂ કરમસદ ખાતેથી રીક્ષામાં બેસી ગ્રીડ ચોકડી ખાતે ઉતરી ગયેલ. આ દરમ્યાન અરજદાર પોતાની સાથે રહેલ પર્સ જેની અંદર ચાંદીનું મંગળસુત્ર જેની અંદાજીત કિંમત રૂ.૩૦,૦૦૦/- તથા રૂ.૩,૦૦૦/- રોકડ રૂપિયા રીક્ષામાં ભુલી ગયેલ હોય જેથી અરજદાર પોતે ખાત્રી તપાસ કરતા રીક્ષા અજાણી હોય

અને રીક્ષા મળી ન આવતા અરજદારે નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ આણંદ ખાતે આવી પોતાની હકિકત જણાવતા

પી એસ આઈ આર.એમ.ચૌહાણના ઓ દ્વારા ત્વરિત તેઓની બનાવ સબંધે અરજી લઈ સદર બનાવની તપાસના કામે નેત્રમ ખાતેના અલગ-અલગ જંક્શન ખાતે આવેલ જુદા જુદા સી.સી.ટી.વી. કેમેરા ચેક કરવામાં આવેલ તથા હ્યુમન

ઇન્ટિલીજન્સ અને ટેકનિકલ એનાલિસીસના આધારે સદર રીક્ષા ચાલકને ગણતરીના દિવસોમાં શોધી અરજદાર રીક્ષામાં ભુલી ગયેલ પર્સ જેની અંદર ચાંદીનું મંગળસુત્ર જેની અંદાજીત કિંમત રૂ.૩૦,૦૦૦/- તથા રૂ.૩,૦૦૦/- રોકડ રૂપિયા રીક્ષા ચાલક પાસેથી રિકવર કરી નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ આણંદ દ્રારા અરજદારને “તેરા તુજકો

અર્પણ અંર્તગત” પરત કરતા અરજદારે પોલીસ પ્રત્યે હર્ષની લાગણી અનુભવી અને જીલ્લા પોલીસ વડા તથા નેત્રમ

કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ટીમનો આભાર વ્યક્ત કરેલ છે. આમ નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ આણંદ દ્વારા કાર્યરત સી.સી.ટી.વી. કેમેરા તથા હ્યુમન ઇન્ટિલીજન્સ અને ટેકનિકલ એનાલિસીસની મદદથી અરજદારનું ચાંદીનું મંગળસુત્ર તથા રોકડ રૂપિયાવાળુ પર્સ શોધવા માટે ઉત્કૃષ્ટ કામગીરી થયેલ છે.

Back to top button
error: Content is protected !!