AHAVADANGGUJARAT

Dang forest Dipartment: વોકલ ફોર લોકલ નો ધ્યેય પાર પાડવાં ડાંગ જિલ્લા વન વિભાગ પ્રતિબ્ધ….

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

*વાંસ આધારિત રોજગારી આપી આત્મનિર્ભર બનાવવા દક્ષિણ ડાંગ વન વિભાગની નવતર પહેલ :*

*બામ્બુ ઇન્ડસ્ટ્રીનો વ્યાપ વધારવા વઘઇમાં વન વિભાગ દ્વારા વાંસ કૌશલ્યવર્ધન કેન્દ્ર કાર્યરત :*

‘ગ્રીન ગોલ્ડ’ એવા વાંસના ઉછેર અને વાંસ-ઉદ્યોગની ઇકોસિસ્ટમ ઉભી કરવાની ગુજરાતે દિશા લીધી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વાંસને વૃક્ષ ગણવાના ૯૦ વર્ષ જૂના કાયદાને દૂર કરીને આદિજાતિઓના સર્વગ્રાહી વિકાસના નવા દ્વાર ખોલી આપ્યા છે જેને પગલે દેશના અનેક રાજ્યોમાં ‘બામ્બુ ઇન્ડસ્ટ્રી’- વાંસ આધારિત ઉદ્યોગોનો વિકાસ થઇ રહ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આદિજાતિ બાંધવોને વાંસ આધારિત રોજગારી આપી આત્મનિર્ભર બનાવવાની નવતર પહેલના ભાગરૂપે ગત વર્ષોમાં તારીખ ૨૬/૦૫/૨૦૨૨ ના રોજ ડેડીયાપાડા, નેત્રંગ, વધઇ અને કેવડી ખાતે વર્ચુઅલ વાંસ કૌશલ્યવર્ધન કેન્દ્રનો પ્રારંભ કર્યો હતો. જે અંતર્ગત ડાંગ જિલ્લાના દક્ષિણ વન વિભાગ હેઠળ કાર્યરત વઘઇ સોમીલમાં વાંસ કૌશલ્યવર્ધન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. ડાંગ જિલ્લામાં કોટવાળીયા આદિમ જુથ તથા આદિવાસી સમાજના વ્યક્તિઓને કે જેઓનું જીવન ગુજરાન વાંસ આધારીત ઉત્પાદન થતી ચીજ વસ્તુઓ પર નિર્ભર થતું હોય છે. જેથી દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ મા સરકારી સોમીલ વઘઇ ખાતે અલગ અલગ પાંચ બેચમાં કુલ ૧૬૬ તાલીમાર્થીઓ તથા વર્ષ ૨૦૨૩-૨૪ વર્ષના ૨ બેચના કુલ ૪૫ તાલીમાર્થીઓને વાંસમાંથી વિવિધ પ્રકારની કુલ ૫૦ ચીજ વસ્તુઓ બનાવવાની તાલીમ આપવામાં આવી છે.  વન વિભાગ દ્વારા આ તાલીમ કેન્દ્ર ખાતે કુલ ૨૧૧ લોકોને વાંસની વસ્તુઓ બનાવવા માટે તાલીમ આપી હતી.  જેમાં તાલીમ મેળવનાર ૫૦ સભ્યો દ્વારા પ્રકૃતિ વાંસ કામદાર મજૂર સહકારી મંડળી લી. વઘઇનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.

હાલમાં મંડળી દ્વારા પોતે વાંસ તથા અન્ય રો-મટીરીયલ ખરીદી કરી સરકારી સોમીલ વઘઇ ખાતે શેડ ભાડે રાખી મંડળી દ્રારા વિવિધ સરકારી સંસ્થાઓ વ્યક્તિગત રીતે તથા હોલસેલમાં વાંસના ચીજ વસ્તુઓના ઓર્ડર મેળવી મંડળીના સભ્યો દ્વારા ઓર્ડર મુજબ તથા અલગ અલગ પ્રવાસન સ્થળે વેચાણ કરવામાં માટે વાંસની વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓ બનાવવાની કામગીરી કરવામાં આવે છે.

વઘઇ કોટવાળીયા સ્કીમ રેંજના ફોરેસ્ટ અધિકારી શ્રી સુનિલસિંહ વાઘેલા જણાવે છે કે, આ મંડળી દ્વારા વઘઇ સોમીલ ખાતે વાંસની વિવઘ બનાવટો જેવી કે, બેબી ચેર, પાટલા, સોફા, પેન્સિલ બોક્ષ, મોબાઇલ સ્ટેન્ડ વિગેરે વિવિઘ વસ્તુઓ બનાવવામાં આવે છે અને વાંસ માંથી બનાવેલ વસ્તુઓનું વઘઇ બોટાનિકલ ગાર્ડન ખાતે બામ્બુ હાટમાં વેચાણ કરવામાં આવે છે.  આ ઉપરાંત સાપુતારા ખાતે યોજાતા મોન્સુન ફેસ્ટિલવ, સ્વદેશી મેળાઓ, આહવા ખાતે યોજાતો ડાંગ દરબારનો મેળા તેમજ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં જઇને વાંસની વિવિઘ વસ્તુઓનું વેંચાણ કરી રહ્યાં છે.

વઘઇ સોમીલ ખાતે કાર્યરત આ મંડળી દ્વારા તાલીમ મેળવી રોજગારી મેળવનાર શ્રી હર્ષદભાઇ રાઉત જણાવે છે કે, તેઓ વાંસ માંથી વિવિઘ વસ્તુઓ બનાવી બામ્બુ હાટ તેમજ અન્ય પ્રવાસન સ્થળોએ જઇ વાંસની વસ્તુઓનું વેચાણ કરી આવક મેળવી રહ્યાં છે.

વઘઇના સ્થાનિક નિવાસી શ્રીમતી રાઘિકાબેન જણાવે છે કે, વન વિભાગના સહયોગથી શરૂ કરાયેલ વાંસ કૌશલ્યવર્ધન કેન્દ્રમાં તેઓ તાલીમ મેળવી હતી. જે બાદ વાંસની વિવિધ વસ્તુઓ બનાવવાનું શિખ્યા અને હાલે તેઓ વાંસની આ વસ્તુઓનું વેંચાણ કરી રહ્યાં છે. સ્થાનિક કક્ષાએ જ રોજગારી પ્રાપ્ત થતાં તેઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, વનવિભાગ દ્વારા સ્થાનિક આદિવાસી કારીગરોને રોજગારી ઉપલબ્ધ કરાવતું વાંસ કૌશલ્યવર્ધન કેન્દ્ર આજીવિકાનો પ્રેરણાદાયી સ્રોત બન્યું છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં રાજ્યના મુખ્યમંત્રી દ્વારા શરૂ કરાયેલ વાંસ કૌશલ્યવર્ધન કેન્દ્ર આદિજાતિ વિસ્તારોમાં ‘‘વોકલ ફોર લોકલ’’નો ધ્યેય પાર પાડી રહ્યાં છે. સાથે જ વાંસની બનાવટ-ઉત્પાદનોને વિશ્વ બજારમાં સ્પર્ધા કરવા સક્ષમ બનાવવા આ કૌશલ્યવર્ધન કેન્દ્ર ગ્રોથ સેન્ટર સાબીત થઇ રહ્યાં છે.

 

Back to top button
error: Content is protected !!