નવસારી મનપા વિસ્તારનાં પશુપાલકો પોતાના પશુઓને ૩૧ જાન્યુઆરી સુધી ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવા સૂચના…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી મહાનગરપાલિકાનાં રખડતા ઢોર અંકુશ વિભાગ દ્રારા તા.૦૯.૦૬.૨૦૨૫ થી પાલતુ પ્રાણીનાં રજીસ્ટ્રેશન માટે જણાવ્યુ હતુ. આમ છતા ઘણા પશુપાલકો દ્રારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યુ નથી. શહેરમાં રખડતા ઢોરોના નિયંત્રણ માટે પાલતુ પશુઓનું રજીસ્ટ્રેશન ફરજીયાત છે. તા.૩૧.૦૧.૨૦૨૬ સુધીમાં તમામ પશુ પાલકોએ પાલતું પ્રાણીઓનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. નવસારી મહાનગરપાલિકા દ્રારા પાલતું પશુઓનું ટેગીંગ કરવાની કામગીરી કાર્યરત છે. હાલ અત્યાર સુંધી ૧૬૭ પશુઓનું ટેગીંગ કરવામાં આવેલ છે. ટેગીંગ / રજીસ્ટ્રેશન કરાવવાની અંગત જવાબદારી જે-તે પશુ માલિકની રહેશે. મહાનગરપાલિકાનાં રખડતા ઢોર અંકુશ વિભાગ દ્રારા જાહેર રસ્તા પર રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. આવા પકડાયેલા પશુઓને પાંજરાપોળમાં મુકવામાં આવશે. ટેગીંગ વગરનાં પકડાયેલા પશુ પર પશુ માલિકનો ત્યારબાદ કોઇપણ પ્રકારનો હક રહેશે નહી જેની ખાસ નોંધ લેવા ખાસ સૂચના આપવામાં આવી છે.
પ્રતિકાત્મક : તસવીર



