
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નિયામક શ્રી આદિજાતી વિકાસની કચેરી (ગુજરાત સરકાર) હેઠળ વ્યક્તિગત ધોરણે આવાસ યોજના અંતર્ગત મકાન બનાવવા માટે સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬ મંજૂર થયેલ ધવલીદોડ ગામના ૧૦ લાભાર્થીઓને આજરોજ ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી વ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલના હસ્તે આહવા તાલુકા પંચાયત કચેરી ખાતે આવાસ ઓર્ડર વિતરણ કરાયા હતા. આ લાભાર્થીઓને પ્રથમ હપ્તા પેટે વ્યક્તિગત રૂપિયા ૩૦૦૦૦ ની સહાય ચૂકવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આહવા તાલુકા પંચાયત પ્રમુખ સુરેશભાઇ ચૌધરી, ઉપ પ્રમુખ કમલેશ વાધમારે, ધવલીદોડના આગેવાન રમેશભાઇ ગાંગોડા સહિતના પદાધિકારીશ્રીઓ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.




