MORBI:મોરબી રવાપર ચોકડી પર ટ્રાફિકના નામે ‘મીંડું’, શું નિયમો ફક્ત એસપીની ચેમ્બર પૂરતા જ સીમિત?

MORBI:મોરબી રવાપર ચોકડી પર ટ્રાફિકના નામે ‘મીંડું’, શું નિયમો ફક્ત એસપીની ચેમ્બર પૂરતા જ સીમિત?
મોરબી રવાપર ચોકડી નજીક કાર ચાલકોની દાદાગીરી અને બેફામ પાર્કિંગથી જનતા પરેશાન
બે દિવસમાં વ્યવસ્થા નહીં સુધરે તો આંદોલનની ચીમકી
મોરબી શહેરનું હૃદય ગણાતી રવાપર ચોકડી હાલ ટ્રાફિક સમસ્યાનો પર્યાય બની ગઈ છે. પોલીસ તંત્રના દાવાઓ વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. રોડ પર આડેધડ થતું પાર્કિંગ અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા તત્વોને જાણે પોલીસનો કોઈ ડર જ રહ્યો ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
રોંગ સાઈડમાં દાદાગીરી: “નિયમ અમારા બાપનો છે?”
આજે રવાપર ચોકડી પર એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. એક કાર ચાલક બેફામ રીતે રોંગ સાઈડમાં ધસી આવ્યો હતો. અકસ્માત જેવી સ્થિતિ સર્જાયા બાદ, પોતાની ભૂલ સ્વીકારવાને બદલે કાર ચાલકે અન્ય વાહન ચાલકો સાથે ઉગ્ર બોલાચાલી કરી દાદાગીરી કરી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ઉદ્ધત ચાલકે એવું પણ કહી દીધું કે, “ટ્રાફિક નિયમ શું અમારા બાપનો છે?” આવા તત્વોના કારણે પ્રામાણિક વાહન ચાલકો પોતે ભય અને અસલામતી અનુભવી રહ્યા છે.









