MORBI:મોરબીના જાંબુડીયા ગામ પાસે ઈંડાની કેબીન પર દેશી દારૂ લેવા ગયેલ યુવકને બે શખ્સોએ લાકડી વડે માર માર્યો

MORBI:મોરબીના જાંબુડીયા ગામ પાસે ઈંડાની કેબીન પર દેશી દારૂ લેવા ગયેલ યુવકને બે શખ્સોએ લાકડી વડે માર માર્યો
મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાસે ગ્રેનીટો સિરામિકની કોલોની પાસે આરોપીઓ દુકાને ઈંડા તથા દેશી દારૂ વેચે છે જેથી ત્યાં યુવક જતા તેને કહેવા લાગેલ કે તું અહીં દારૂ લેવા ન આવતો આ અમારી જગ્યા છે અહીંથી જતો રહે જેથી યુવકે કહેલ કે હમણાં જાઉં છું તો આરોપીઓને સારું ન લાગતાં આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ યુવકને ઢીકાપાટનો તેમ જ લાકડી વડે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં મેક્સ ગ્રેનીટો (મારબો-મેક્ષ-વોયાટી) સિરામિકની કોલોનીમાં રહેતા અને કોન્ટ્રાક્ટરનો ધંધો કરતા અંબારામ ખીમજી પરમાર (ઉ.વ.૪૨) એ આરોપી મહેશભાઈ તથા ચંદ્રકાંતભાઈ રહે બંને જાંબુડીયા ગામવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી દુકાને ઈંડા તથા દેશી દારૂ વેચે છે જેથી ત્યાં ફરિયાદી જતા તેને કહેવા લાગેલ કે તું અહીં દારૂ લેવા નો આવતો આ અમારી જગ્યા છે અહીંથી જતો રહે જેથી ફરિયાદીએ કહેલ કે હમણાં જાઉં છું તો આરોપીને સારું નહીં લાગતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ગયેલ આરોપીઓએ ફરિયાદીને ગાળો આપી ઢીકા પાટુનો માર મારી તેમજ લાકડી અને ધોકા વડે માર મારી ઇજા પહોંચાડી હોવાની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળ તપાસ કરી છે.







