GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાના મોટા ખીજડીયા ગામે કુવામાં પડી જતા યુવકનું મોત નિપજ્યું

TANKARA:ટંકારાના મોટા ખીજડીયા ગામે કુવામાં પડી જતા યુવકનું મોત નિપજ્યું
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશ રાજ્યના વતની અને હાલ ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામે વલ્લભભાઈ મૂળજીભાઈ જગોદરાની વાડીએ રહેતા કમલસિંગ ગુમાનભાઈ અજનારે (ઉ.વ.૪૦) નામના યુવકને વતનમાં પાકું મકાન ન હોય અને તેમના માતા આશરે દોઢક માસ પહેલા અવસાન પામેલ હોય જેના ક્રિયાક્રમના ખર્ચાની ચિંતા ના કારણે યુવક ઘરેથી નીકળી જઈ ખીજડીયા ગામે જુવાનસિંહ ઝાલા ની વાડીના પાણી ભરેલ કૂવામાં પોતાની રીતે પડી આપઘાત કરી લેતા યુવકનું મોત નીપજ્યું હતું. જેથી આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.







