વલસાડ ના મૂળ નિવાસી પ્રો.ડૉ. મનોજ ગોંગીવાલાએ પોતાનો જન્મ દિવસ બાલિકા ગૃહ બાંસવાડા ખાતે ઉજવ્યો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
મૂળ નિવાસી કિલ્લા પારનેરા વલસાડ ના વતની હાલે શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી જિલ્લાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગતિવિધિ કાર્યકર્તા પ્રાથમિક વર્ગ શિક્ષિત નામી એવોર્ડી રસાયણ શાસ્ત્રના અધ્યાપક ડૉ. મનોજભાઈ પ્રતાપભાઈ ગોંગીવાલાએ પોતાનો 58મો જન્મ દિવસ રાજસ્થાન બાંસવાડા મા આવેલ નિરાશ્રિત બાલિકાઓની ઉમા આશ્રય સેવા સંસ્થા ખાતે પ્રેરક પ્રવચન સ્માર્ટ વ્યુ બોર્ડ પર પ્રાર્થના રામાયણ શ્રવણ પ્રસંગ મહાભારત નો કુંતી કર્ણ પ્રસંગ બતાવી બાલિકા સાથે મિષ્ટ ભોજન ગ્રહણ કરી ઊજવણી કરી સંસ્થા ના આદ્યસ્થાપક પ્રમુખશ્રી નરોત્તમ પંડ્યા બાલિકા દ્વારા નિવાસ સ્થાન માં બનાવવામાં આવેલ અદભૂત કૃતિઓ વિશે માહિતી આપી. અધ્યાપકે સંસ્થા ને મિષ્ટ ભોજન યોગદાન આપી ઓરીજનલ ગ્લુકોઝ બિસ્કીટ ના પેકેટ્સ આપ્યા. એમની સાથે અહિંસા ડે ન્યૂઝ પેપર ના તંત્રી અરવિંદભાઈ પ્રણામી ઉપસ્થિત રહ્યાં હતાં. ચૈત્રી નવરાત્રી 2023 થી અત્યાર સુધીમાં અધ્યાપકે પચ્ચાસ હજાર થી વધુ સ્વદેશી ગ્લુકોઝ બિસ્કિટસ જરૂરિયાત વાળા બાળકો માટે ગણવેશ જેકેટ્સ સ્વેટર વસ્ત્ર શાળા પરિસર માટે વૃક્ષોની સેવા રાજ્ય અને રાજ્ય બહાર અઢી હજાર જેટલા કાર્યક્રમો પોતાના સમયે સ્વખર્ચે યોજી અવિરત સેવારત છે.




