ANANDANAND CITY / TALUKO

કરમસદ આણંદ મહાનગરપાલિકાના ૨૫૦ સફાઈ કર્મચારીઓને કરાયા સન્માનિત

કરમસદ આણંદ મહાનગરપાલિકાના ૨૫૦ સફાઈ કર્મચારીઓને કરાયા સન્માનિત

તાહિર મેમણ – આણંદ – 13/01/2026 – કરમસદ આણંદ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ હાલાણી એજ્યુકેશન એન્ડ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ, દિવ્યભાસ્કર અને કરમસદ આણંદ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ટાઉનહોલ આણંદ ખાતે યોજવામાં આવ્યો હતો.

 

આ કાર્યક્રમમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપના, આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, દ્વારા 250 જેટલા સફાઈ કર્મીઓનું પ્રશસ્તિ પત્ર, કીટ અને રોકડ ઇનામ આપી બહુમાન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત કરમસદ આણંદ મહાનગરપાલિકાને સ્વચ્છ રાખવામાં જેમની અગત્યની ભૂમિકા છે તેવા સેનેટરી સુપ્રિટેન્ડેન્ટ વિભાકર રાવ, ઝોનલ ઇન્સ્પેક્ટર અને સુપરવાઇઝરનું પણ પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન કરનાર એજન્સીના પ્રતિનિધીને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

 

હાલાણી એજ્યુકેશન એન્ડ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન શ્રી રાજુભાઈ હાલાણીએ સમાજ માટે જીવન આપનાર શહેરને સ્વચ્છ રાખનાર તમામ સફાઈ કર્મીઓને આ પ્રસંગે અભિનંદન પાઠવ્યા હતા.

 

અંતમાં આણંદ દિવ્ય ભાસ્કરના એડિટર શ્રી ચેતન પટેલે આભાર દર્શન કર્યું હતું.

 

આ પ્રસંગે કરમસદ આણંદ મહાનગરપાલિકાના સફાઈ કર્મીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!