ARAVALLIGUJARATMEGHRAJMODASA

મેઘરજના વડથલી ખાતે ઓપન વોલીબોલ ટૂર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ, મંત્રીના હસ્તે મફત નેત્રમણી પ્રત્યારોપણ કેમ્પનું ઉદ્ઘાટન

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજના વડથલી ખાતે ઓપન વોલીબોલ ટૂર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ, મંત્રીના હસ્તે મફત નેત્રમણી પ્રત્યારોપણ કેમ્પનું ઉદ્ઘાટન

મેઘરજ તાલુકાના વડથલી સ્થિત વિશ્વ વત્સલ્ય હાઈસ્કૂલ ખાતે આદિવાસી ડુંગરી ગરાસિયા વિકાસ મંડળ દ્વારા બીજી વખત ઓપન વોલીબોલ ટૂર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના મંત્રી પી.સી. બરંડાના હસ્તે ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ ટૂર્નામેન્ટમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાનની મળીને ૫૦થી વધુ ટીમોએ ભાગ લઈ રમતપ્રેમીઓને રોમાંચક મુકાબલાઓનો આનંદ અપાવ્યો હતો. ટૂર્નામેન્ટમાં પ્રથમ વિજેતા ટીમને રૂ. ૧૫,૦૦૧ અને ટ્રોફી, દ્વિતીય વિજેતાને રૂ. ૭,૦૦૧ અને ટ્રોફી આપવામાં આવશે. સાથે સાથે બેસ્ટ પ્લેયર, બેસ્ટ સ્મેચર તથા બેસ્ટ લિફ્ટર માટે વિશેષ ટ્રોફીઓ આપવામાં આવશે.જ્યતીનભાઈ પંડ્યાના પિતા ના સ્મરણાર્થે સ્વ. ગુણવંતલાલ પંડ્યા (પૂર્વ ધારાસભ્ય) તરફથી રૂ. ૧૫,૦૦૧નું વિશેષ ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ હોસ્પિટલના સહયોગથી મફત નેત્રમણી પ્રત્યારોપણ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેને મંત્રી પી.સી. બરંડાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. મંત્રીએ પોતે આંખોની તપાસ કરાવી કેમ્પને પ્રોત્સાહન આપ્યું હતું. કેમ્પમાં ૩૫૦થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો,જેમાંથી ૪૦થી વધુ દર્દીઓના નેત્રમણી પ્રત્યારોપણ ઓપરેશન કરવામાં આવશે. કેમ્પ દરમિયાન દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી.રમતગમત સાથે આરોગ્યસેવાની અનોખી પહેલથી વડથલી વિસ્તારના લોકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

Back to top button
error: Content is protected !!