જામનગરના યુવા આગેવાન અને પ્રતિભાવાન “શ્યામ” નો સંકલ્પ —સેવાકીય કાર્યો અવિરત કરવા

સિંધી સમાજના ઝળહળતા સીતારા ભારાણી પરીવારના ગૌરવએ જન્મ દિવસને વિશેષ અને પ્રેરક બનાવ્યો
જામનગર (ભરત ભોગાયતા)
જામનગરના યુવા આગેવાન અને પ્રતિભાવાન “શ્યામ” એ સેવાકીય કાર્યો અવિરત કરવાનો સંકલ્પ કર્યો છે ખાસ કરીને સિંધી સમાજના ઝળહળતા સીતારા ભારાણી પરીવારના ગૌરવ સમાન શ્યામએ જન્મ દિવસના તારીખ અઢાર જાન્યુઆરી બેહજારછવ્વીસના દિવસને વિશેષ અને પ્રેરક બનાવ્યો છે.
જામનગરના સિંધી સમાજના યુવા આગેવાન અને સામાજિક તથા રાજકીય ક્ષેત્રોમાં તેમજ સેવાઓથી બહુમુખી પ્રતિભાનો પરચો આપનાર જાણીતા જામનગર સિંધી સમાજના યુવા અગ્રણીનો ૧૮ જાન્યુઆરી ૧૯૯૧ના રોજ જન્મદિવસ હતો પોતાની જન્મભૂમિ અને કર્મભૂમિ સાથે જોડાઈ રહી જિંદગીના ૩૨ વર્ષ પૂર્ણ કરી જીવનમાં એક નવા વર્ષનો ઉમેરો કર્યો છે, તેમના જન્મદિવસ પર અગણીત પરીવારો, મીત્રો, સગા સ્નેહીઓએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી હતી તેમજ શ્યામએ જન્મદિવસના પરીવારના વડીલોના આશીર્વાદ મેળવ્યા બાદ જન્મદિવસની ઉજવણીની શરૂઆત કરી હતી.પ્રતિભાવાન બનવા માટે જીવનને મુલ્યો સાથે જીવવુ પડે છે તેમજ વારસામાં મળેલા સંસ્કારોનું સિંચન પ્રતિભા નીખારવા ઉપયોગી બની રહે છે ત્યારે શ્યામ ભારણી એવી ન્યુઝ ચેનલના સંચાલક છે કે જે ચેનલએ નાગરીકોની સમશ્યા તેમજ નાગરીકોની જાણકારી વધારતા તેમજ સરકારી વિભાગોની કામગીરી એમ ઉંડા દ્રષ્ટીકોણથી સંકલન કરે છે




