BANASKANTHADEODARGUJARAT

દિયોદર મૃતદેહો ને વતન લાવતા આખું ગામ હીબકે ચડ્યું હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા 

વાવ થરાદ જિલ્લાના રાજપુત સમાજના પાંચ મિત્રો સિમલા થી વતન પરત ફરી રહ્યા હતા

 

દિયોદર મૃતદેહો ને વતન લાવતા આખું ગામ હીબકે ચડ્યું હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા

 

પ્રતિનિધિ દિયોદર કલ્પેશ બારોટ

 

•રાંટીલા ગામે મૃતક લેડી કોન્સ્ટેબલ અનિતા રાજપૂતને ગાર્ડ ઓફ ઓનર અપાઈ : બે કિમી ની અંતિમયાત્રા નીકળી

 

•અછવાડિયા ગામે બે કુટુબીભાઈઓ ના મૃતદેહ આવતા આખું ગામ શોક મગ્ન બન્યું માતમ છવાયો

 

• ગાડીની સ્પીડ વધારે હતી,અકસ્માત બાદ એરબેગ્સ ખુલી છતાં કોઈનો જીવ બચી શક્યો નહીં

 

બઠિંડા – ડબવાલી ભારત માલા નેશનલ હાઈવે પર ગુરથડી પાસે શનિવારે વહેલી સવારે સર્જાયેલ ભયંકર માર્ગ અકસ્માત માં મહિલા કોન્સ્ટેબલ સહિત 5 લોકોના મોત થયા હતા જેમાં શનિવારે મોડી સાંજે એમ્સ હોસ્પિટલ ખાતે તમામ મૃતદેહો લઈ જવામાં આવ્યા હતા જેમાં પંજાબ પોલીસ દ્વારા અકસ્માત મુજબ નો ગુન્હો નોંધી લાશ ને પી એમ કરી વાલીવારસદાર ને સોંપવામાં આવી હતી જ્યાં રોડ માર્ગે તમામ મૃતદેહોને એમ્બ્યુલ્સ મારફતે રવિવારે વહેલી સવારે મૃતદેહ વતન લાવવામાં આવ્યા હતા જેમાં લાખણી તાલુકાના અછવાડિયા ગામના અર્જુન રાજપૂત તેમજ ભરત રાજપૂત ના મૃતદેહ ને ઘરે લાવવામાં આવતા સમગ્ર વાવ થરાદ ,બનાસકાંઠા જિલ્લા માંથી મિત્રો વર્તુળ તેમજ સમાજના લોકો પહોંચ્યા હતા એક સાથે એકજ ગામમાં બે મૃતદેહ આવતા આખું ગામ હીબકે ચડ્યું હતું જેમાં બંને યુવાનો ની અંતિમ યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને શ્રધાંજલિ અર્પણ કરી હતી

 

• રાંટીલા ગામની મૃતક લેડી પોલીસ કોન્સ્ટેબલ અનિતા રાજપૂત ના મૃતદેહ વતન આવતા પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપી શ્રધાંજલિ અર્પણ કરી

 

પંજાબ નેશનલ હાઈવે પર થયેલ અકસ્માતમાં દિયોદર તાલુકાની લેડી કોન્સ્ટેબલ અનિતાબેન રાજપુત અંબાજી ટ્રસ્ટ સધન સુરક્ષા માં ફરજ બજાવતી તેઓ રજા મૂકી સિમલા ફરવા ગઈ હતી જ્યાં તેમનું મોત નિપજ્યું હતું જેમાં રવિવારે લેડી કોન્સ્ટેબલ ના મૃત દેહ ને રાંટીલા ગામે લાવતા દિયોદર પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને શ્રધાંજલિ અર્પણ કરી હતી મૃતક અનિતા બેન રાજપૂત ની અંતિમયાત્રા પોતાના નિવાસ સ્થાને થી નીકળી હતી જેમાં બે કિમી સુધી ની આ યાત્રામાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા અને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો હતો

 

• દીકરીના શબ્દો પપ્પા ઊઠો ને તે વાક્ય સાંભળી સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ…..

 

અછવાડિયા ગામના ભરત રાજપૂત ના મૃતદેહ ને એમ્બ્યુલસ મારફતે વતન ઘરે લાવવામાં આવતા રાજપૂત સમાજના આગેવાનો તેમજ સગાસંબંધી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જ્યાં મૃતક ભરત રાજપૂત ની દીકરીએ પિતાના મૃતદેહ ને જોઈ પપ્પા ઊઠો ને તેવા હૃદયદ્રયક દ્રશ્યો જોઈ હાજર સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી નાનકડી દીકરીને તેના પિતાનો પૂરો પ્રેમ મળ્યો નથી અને એક પિતાએ દુનિયા ને અલવિદા કહેતા તે દીકરી અને તેના પરિવારજનો ઉપર શું વીતી હશે કદાચ તેની કલ્પના હાજર લોકો કરી શકે ….

 

•રાજકીય આગેવાનોએ રૂબરૂ અને સોશિયલ મીડિયાના માધ્યમ થી પાંચે વ્યક્તિઓને શ્રધાંજલિ અર્પણ કરી

 

વાવ થરાદ જિલ્લાના એકજ સમાજના પાંચ લોકોના કમકમાટી ભર્યા મોત થતા આખા જિલ્લામાં અડકંપ મચી જવા પામ્યો હતો શનિવાર અને રવિવાર નો દિવસ સોશિયલ મીડિયામાં માત્ર મૃતક યુવાનોને શ્રદ્ધાજંલી અર્પણ કરાઈ હતી જેમાં બનાસકાંઠા ના સાંસદ ગેનીબેન ઠાકોર ,ગુજરાત કોગ્રેસ પ્રમુખ અમિત ચાવડા,દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ,દિયોદર રાજવી ગિરિરાજસિંહ વાઘેલા ,કિસાન મોરચા ના પ્રમુખ ટી પી રાજપૂત,પૂર્વ ધારાસભ્ય અનિલ માળી ,પૂર્વ ધારાસભ્ય શીવાભાઈ ભુરીયા સહિત જિલ્લાના આગેવાનોએ સોશિયલ મીડિયાના માધ્યમ થી દુઃખદ ઘટના વ્યકત કરી હતી અને શ્રધાંજલિ અર્પણ કરી હતી

Back to top button
error: Content is protected !!