
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના વાંસદા ખાતે આવેલ જેસીઆઈ વાંસદા રોયલ ગ્રુપ દ્વારા સામાજિક સેવા અંતર્ગત હનુમાનબારી પ્રાથમિક શાળા તથા રાણી ફળિયા સારીયા શાળા ખાતે મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓને પતંગો તથા ચીક્કીનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ સેવા કાર્યમાં આશરે 400 જેટલા બાળકોએ લાભ લીધો હતો. બાળકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.જેસીઆઈ વાંસદા રોયલ સંસ્થા દ્વારા વર્ષભર વિવિધ તહેવારો પર સતત સમાજસેવાના કાર્યો કરવામાં આવે છે, જે પ્રશંસનીય છે.આ કાર્યક્રમમાં જેસી ધર્મેન્દ્રસિંહ, જેસી આશિષ ભાઈ, જેસી સાગર ભાઈ, જેસી કુલદીપ ભાઈ, જેસી મિતુલ ભાઈ, જેસી જીત, જેસી સ્મિથ, જેસી ટીનું કાકા જેજે પાર્થ જેસી સંગીતા બેન સહિત બંને શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકમિત્રોએ જેસીઆઈ વાંસદા રોયલ ગ્રુપના આ સેવા કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા.




