
તા.૧૮.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod’દાહોદ કોર્ટનો સરાહનીય નિર્ણય: દારૂના કેસમાં જપ્ત કરાયેલ કાયદેસરનો વ્યાપારી મુદ્દામાલ મુક્ત કરવા હુકમ
દાહોદની નામદાર 3rd એડિશનલ સીનિયર સિવિલ એન્ડ એ.સી.જે.એમ. કોર્ટે એક કાયદાકીય લડતમાં મહત્વનો ચુકાદો આપીને સુરત ગુડ્સ ટ્રાન્સપોર્ટ કંપનીનો જપ્ત કરાયેલ લાખોની કિંમતનો સામાન મુક્ત કરવાનો આદેશ કર્યો છે.ઘટનાની વિગત:તાજેતરમાં કતવારા પોલીસ સ્ટેશન દ્વારા એક વાહન (HR-55-AQ-2373) માંથી દારૂનો જથ્થો પકડવામાં આવ્યો હતો. આ વાહનમાં દારૂની સાથે પ્રખ્યાત કંપની ગ્રેસીમ ઇન્ડસ્ટ્રીઝ લી. ના ‘બિરલા ઓપસ’ બ્રાન્ડના કલર શેડ કાર્ડ્સના અંદાજે ૭૧૫ થી વધુ બોક્સ પણ હતા, જેની બજાર કિંમત આશરે રૂ. ૭.૧૫ લાખ જેટલી થાય છે. પોલીસ દ્વારા દારૂની સાથે આ કાયદેસરનો વ્યાપારી સામાન પણ મુદ્દામાલ તરીકે જપ્ત કરી લેવામાં આવ્યો હતો.કાયદાકીય લડત:ટ્રાન્સપોર્ટ કંપની વતી અધિકૃત પ્રતિનિધિ ભાવિકકુમાર પુરસોત્તમભાઈ સોની એ આ મુદ્દામાલ છોડાવવા માટે સુવિખ્યાત એડવોકેટ ઇમરાન બશીર પઠાણ મારફતે કોર્ટમાં અરજી (CRMA J/1332/2025) દાખલ કરી હતી. એડવોકેટ ઇમરાન બશીર પઠાણ દ્વારા કોર્ટમાં ધારદાર દલીલો કરવામાં આવી હતી કે, આ સામાન કાગળનો બનેલો હોવાથી પોલીસ સ્ટેશનમાં ખુલ્લામાં રહેવાથી ઠંડી અને ભેજને કારણે નાશ પામી શકે તેમ છે. વધુમાં, આ સામાન સંપૂર્ણપણે કાયદેસર છે અને તેને ગુના સાથે કોઈ લેવાદેવા નથી.કોર્ટનો હુકમ:નામદાર કોર્ટે એડવોકેટની દલીલો અને રજૂ કરાયેલા દસ્તાવેજોને ગ્રાહ્ય રાખી, ન્યાયના હિતમાં આ કિંમતી મુદ્દામાલને તાત્કાલિક મુક્ત કરવાનો હુકમ કર્યો છે. આ ચુકાદાથી ટ્રાન્સપોર્ટરોમાં આનંદની લાગણી પ્રસરી છે અને ન્યાયતંત્ર પરનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે




