MORBI મોરબી રોર પ્રીમિયર લીગ સિઝન 2 નું જિલ્લા યુવા વિકાસ અધિકારી હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું

MORBI મોરબી રોર પ્રીમિયર લીગ સિઝન 2 નું ઉદ્ઘાટન જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી સત્યજીત વ્યાસના હસ્તે કરવામાં આવ્યું
ધી રોર ક્રિકેટ ક્લબ મોરબી દ્વારા આયોજિત અને વાત્સલ્ય ન્યૂઝના સહયોગથી રોર પ્રીમિયર લીગ સીઝન 2નું ઉદ્ઘાટન આજે જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી સત્યજીત વ્યાસના હસ્તે કરવામાં આવ્યું હતું.
આજે, ગ્લેડીએટર્સ ટાઇટન્સ અને ડોમિનેટર્સે પોતપોતાની મેચ જીતી હતી. પ્રથમ મેચમાં કેપ્ટન હર્ષલ કવાથિયા પ્લેયર ઓફ ધ મેચ, બીજી મેચમાં દક્ષ દયાલ અને ત્રીજી મેચમાં જયરાજસિંહ ઝાલા પ્લેયર ઓફ ધ મેચ બન્યા હતા.
ઉદ્ઘાટન સમારોહમાં મોટી સંખ્યામાં વાલીઓ અને દર્શકોએ ભાગ લીધો હતો. ઉદ્દઘાટન કરતાં જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી વ્યાસે તમામ ખેલાડીઓને જીવનમાં સફળ થવાનો મંત્ર આપ્યો હતો અને ટુર્નામેન્ટ માટે શુભેચ્છાઓ આપી હતી.ધ રોર ક્રિકેટ ક્લબના ડાયરેક્ટર શ્રી રાજકુમાર શર્માજીએ તમામ મેન્ટર કેપ્ટન અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.ક્રિકેટ ક્લબના ડિરેક્ટર ડૉ. અલી ખાને મોટી સંખ્યામાં આવેલા તમામ વાલીઓ, સમર્થકો અને સન્માનિત મહેમાનોનું સ્વાગત અને આભાર માન્યો હતો.
એકેડમીના મુખ્ય કોચ મનદીપ સિંહે જણાવ્યું કે આ ટૂર્નામેન્ટ 18 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી શરૂ થશે અને દર્શકો માટે તમામ મેચો ઘરેથી લાઈવ જોવાની સુવિધા પૂરી પાડવામાં આવી છે.








