GUJARATKUTCHMUNDRA

જીવદયા અપનાવનાર સાધક માત્ર પોતાનું નહીં પરંતુ સમગ્ર વિશ્વનું કલ્યાણ કરે છે- જૈનમુની નયશેખર મહારાજ સાહેબ

શંખેશ્વર તીર્થે જૈનાચાર્યની દીક્ષા તિથિએ ગૌશાળામાં ગાયોને લીલા શાકભાજી ખવડાવામાં આવેલ.

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરાકચ્છ.

 

જીવદયા અપનાવનાર સાધક માત્ર પોતાનું નહીં પરંતુ સમગ્ર વિશ્વનું કલ્યાણ કરે છે- જૈનમુની નયશેખર મહારાજ સાહેબ

 

શંખેશ્વર તીર્થે જૈનાચાર્યની દીક્ષા તિથિએ ગૌશાળામાં ગાયોને લીલા શાકભાજી ખવડાવામાં આવેલ.

 

વઢિયાર પંથકમાં આવેલ શંખેશ્વર મહાતીર્થે ગ્રામ પંચાયત સંચાલિત ગૌશાળામાં ગાયોને માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્દ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાની 50મી દીક્ષા તિથિ નિમિત્તે 500 કિલો લીલા શાકભાજી ખવડાવામાં આવેલ. આવા જીવદયાના અવસરે કચ્છ કોડાયના જૈનસંત પૂજય મુનિરાજ નયશેખર મહારાજ સાહેબએ જણાવેલ કે જીવદયા જૈન ધર્મનો આત્મા જીવદયા જૈન ધર્મનું હૃદય અને આત્મા છે. જૈન દર્શન અનુસાર જગતમાં રહેલો દરેક જીવ સૂક્ષ્મ કે સ્થૂલ આત્માવાન છે અને સુખ-દુઃખની અનુભૂતિ કરે છે.તેથી કોઈપણ જીવને મન, વચન કે કાયાથી દુઃખ ન પહોંચાડવું એ જ સાચી ધર્મ સાધના છે. “અહિંસા પરમો ધર્મઃ”નો ઉપદેશ જીવદયાનો સર્વોચ્ચ આધાર છે. જૈન ધર્મમાં જીવદયા માત્ર ભાવના નહીં, પરંતુ વ્યવહારિક જીવનપદ્ધતિ છે. પાણી ગાળવું, સૂર્યાસ્ત પછી ભોજન ન કરવું, અનાવશ્યક હિંસા ટાળવી, પ્રાણીઓની સેવા કરવી. આ બધાં નિયમો જીવદયાને દૈનિક જીવનમાં ઉતારવા માટે છે. જીવદયાથી કરાયેલું દાન અને તપ આત્માને શુદ્ધ કરે છે અને કર્મબંધન ઘટાડે છે. આજના સમયમાં જીવદયાનો ભાવ પર્યાવરણ સંરક્ષણ, પ્રાણી કલ્યાણ અને અહિંસક જીવનશૈલી દ્વારા વ્યક્ત થવો જોઈએ. જીવદયા અપનાવનાર સાધક માત્ર પોતાનું નહીં, પરંતુ સમગ્ર વિશ્વનું કલ્યાણ કરે છે. તેથી જ જૈન ધર્મમાં જીવદયાને મોક્ષ માર્ગની પ્રથમ અને અનિવાર્ય સોપાન માનવામાં આવ્યું છે. આ 500 કિલો લીલા શાકભાજીનો લાભ લેનાર એક પરમ ગુરુભક્ત પરિવારએ સુંદર લાભ લઇ જીવદયાનું ઉત્કૃષ્ટ કાર્ય કરેલ. આ ગૌશાળામાં કચ્છ કોડાયના જૈન સંત પૂજય મુનિરાજશ્રી નયશેખર મહારાજ સાહેબ પધારેલ અને તમામ ગાયોને નવકાર મંત્ર સાંભરાવેલ. સાથે પૂ.સાઘ્વીજી ભગવંતો પણ પધારેલ. આ અવસરે શ્રીમતિ અરુણાબેન પટેલ (પી.આઈ-શંખેશ્વર પોલીસ) થરા પાંજરાપોળના ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઈ પાંચણી, રાજુભાઇ જોષી, સુનિલભાઈ રાવલ, જનકભાઈ બારોટ, અજીતસિંહ વાઘેલા, રવિભાઈ શર્મા, ભાવેશભાઈ જાડેજા, કિશનજી ઠાકોર, પ્રદીપસિંહ વાઘેલા વિગેરે ઉપસ્થિત રહી ગાયોને લીલા શાકભાજી ખવડાવેલ.

 

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!