પાલનપુરમાં યોજાયેલા કાર્યક્રમ શ્રેષ્ઠ શિક્ષક તરીકે કામગીરી બિરદાવી સન્માનિત કરાયા

19 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં યોજાયેલા એક શાળામાં સન્માન કાર્યક્રમમાં સર્વશ્રેષ્ઠ શિક્ષક તરીકે કામગીરી બદલ સંકેત ભાઈ ભોજક મોમેન્ટ આપી સન્માનિત કરતા હાજર રહેલા મહેમાનોએ તાળીઓથી વધાવી લીધા હતા.નોલેજ વેલી ફાઉન્ડેશન તથા ધ સ્કૂલ ઓફ સાયન્સ, આયોજિત ગુજરાત સારસ્વત સન્માન અને સ્નેહમિલન 2026 નું આયોજન કરવામાં આવ્યું.ગુજરાત રાજ્યના 34 જિલ્લાઓમાં ગુજરાત સારસ્વત શિક્ષક સન્માન-2026 હેઠળ 2121 શિક્ષકોને સન્માનવાનો કાર્યક્રમ યોજાયો. NEP-2020 અંતર્ગત વર્ગખંડમાં ગુણવત્તાસભર શ્રેષ્ઠ શિક્ષણનું કાર્ય કર્યું છે તેવા ગુજરાત રાજ્યના શિક્ષકોને બિરદાવવાનો કાર્યક્રમ નોલેજ વેલી ફાઉન્ડેશન દ્વારા આજ રોજ ધ સ્કૂલ ઓફ સાયન્સ, પાલનપુર ખાતે યોજાયો. જેમાં ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોએ ગુણવત્તા સભર કરેલી કામગીરી માટે શિલ્ડ અને પ્રમાણપત્ર તેમજ ખેસ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં શ્રી અનિકેતભાઈ ઠાકર ધારાસભ્ય શ્રી પાલનપુર, માનનીય રાજકુંવરબા (રાજયકક્ષા શિક્ષણમંત્રી શ્રી રીવાબા જાડેજાના પ્રતિનિધિ), પ.પૂ.મ. ચીનુભારતી મહારાજ, મ. દોલતપુરી ગોસ્વામી, શ્રી 1008 રામેશ્વરાનંદગીરી, સંજયભાઈ દવે, ડૉ. સુરેન્દ્ર ગુપ્તા, ડૉ. એસ.ડી. જોષી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી,પાલનપુર સંત-મહંતો, તખુંભાઈ સાંડસર તથા અન્ય મહેમાનશ્રીઓ હાજર રહયા હતા.





