GUJARATTHARADVAV-THARAD

વાવ-થરાદ એસ.ઓ.જી.ની મોટી કાર્યવાહી: હાઈવે પર વાહન ચેકિંગમાં ₹12.83 લાખનો વિદેશી દારૂ જપ્ત

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

વાવ-થરાદ જિલ્લાની એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના માણસો થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી/જુગાર/NDPS લગતા મોટા મેસરા ગામે હાઈવે રોડ ઉપર રાજસ્થાન રાજયથી આવતા રસ્તા ઉપર વાહનચેકીંગ માં હતા તે દરમ્યાન સાંચોર તરફથી સ્કોડા રેપીડ રજી નં.GJ01RA0015 તથા મારૂતિ સુઝીકી કંપનીની સિયાઝ ગાડી રજી નં.GJ21AQ8001 માં બનાવેલ ચોરખાનામાંથી ભારતીય બનાવટી વિદેશી દારૂની બોટલો નંગ-૪૪૮ કિ.રૂા.૨,૬૮,૬૫૭/- તો રાખી ગે.કા. વગર પાસ પરમીટ રીતે ડેરાફેરી કરતા સ્કોડા રેપીડ ગાડી તથા સિયાઝ ગાડી કિ.રૂા.૧૦,૦૦,૦૦૦/- તથા મોબાઈલ નંગ-૩ કિ.રૂ.૧૫,૦૦0/- તથા અન્ય મુદ્દામાલ સહિત કિ.રૂા.૧૨,૮૩,૬૫૭/-ના મુદામાલની ડેરાફેરી કરતા ત્રણ ઈસમોને પકડી પાડી તેમજ દારૂનો જથ્થો ભરાવનાર તથા મંગાવનાર આમ કુલ પાંચ ઈસમો વિરૂધ્ધમાં અલગ અલગ બે ગુનાઓ દાખલ કરી થરાદ પોલીસ સ્ટેશન ખાતે આગળની કાયદેસરની કાર્યવાડી કરવામાં આવેલ છે.

 

પકડાયેલ આરોપીઓ:

૧) પરેશભાઈ માંનાભાઈ જાતે.બારોટ રહે.લવાણા તા.લાખણી જી.વાવ-થરાદ

૨) જીતેન્દ્રભાઈ હીરાભાઈ જાતે.પુરોડિત રહે.મકડાલા તા.દિયોદર જી.વાવ-થરાદ

૩) રામાભાઈ માંનાજી જાતે,માળી રહે.કુવાણા(કશળપુરા) તા.લાખણી જી.વાવ-થરાદ

Back to top button
error: Content is protected !!