MORBI:મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી દ્વારા મંગલમૂર્તિ ના દિવ્યાંગ બાળકો માટે આનંદમય પિકનિકનું આયોજન

MORBI:મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી દ્વારા મંગલમૂર્તિ ના દિવ્યાંગ બાળકો માટે આનંદમય પિકનિકનું આયોજન
મોરબી સ્થિત મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તારીખ 18 જાન્યુઆરી, 2026ના રોજ ખોખરા હનુમાન ખાતે મંગલમૂર્તિ દિવ્યાંગ બાળકો માટે એક આનંદમય પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પિકનિકમાં દરેક દિવ્યાંગ બાળક સાથે તેમના માતા અથવા પિતા, મંગલમૂર્તિના શિક્ષકો તેમજ મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સભ્યો (સદસ્યો) પણ ઉપસ્થિત રહ્યા હતા.
પિકનિક દરમિયાન બાળકો, વાલીઓ, શિક્ષકો અને મુસ્કાનના સભ્યો માટે નાસ્તા તથા ભોજનની સુવ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે જ બાળકો એ રમતો રમી હતી, જેથી સૌએ આનંદભરી અને યાદગાર ક્ષણો માણી.મુસ્કાન વેલ્ફેર સોસાયટીનો મુખ્ય હેતુ દિવ્યાંગ બાળકોના જીવનમાં ખુશી, આત્મવિશ્વાસ અને સામાજિક જોડાણ વધારવાનો છે, અને આ પિકનિક તે દિશામાં એક સરાહનીય પ્રયાસ રહ્યો.







