BANASKANTHADEODARGUJARAT

નવતર પ્રયોગ : પરંપરા ગ્રત ચુલા પર વાનગીઓ બનાવી અનોખી સ્પર્ધા યોજી

નવતર પ્રયોગ : પરંપરા ગ્રત ચુલા પર વાનગીઓ બનાવી અનોખી સ્પર્ધા યોજી

દિયોદર ધોરણ ૫ થી ૮ બાળકોએ શાળાના પ્રાંગણમાં ૧૭ થી વધુ વિવિધ વાનગીઓ બનાવી પીરસી

પ્રતિનિધિ : દિયોદર કલ્પેશ બારોટ

•સારી વાનગી બનાવનાર બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા

વર્તમાન સમય શાળામાં અભ્યાસ કરતા બાળકોને જીવનમાં કંઈક કરી શકે અને આત્મનિર્ભર બની શકે તે માટે બાળકોને વિવિધ પ્રવૃતિઓ માં ભાગ લેવડાવવામાં આવે છે જેમાં બાળકો અભ્યાસ ની સાથે સાથે આવા કાર્યમાં ભાગ લઈ બાળકો પોતાની કલા નો ઉપયોગ કરી અનેક કાર્ય માં નામના મેળવતા હોય છે જ્યાં સોમવારે દિયોદર શાળા નંબર ૨ માં બાળકોએ વાનગી સ્પર્ધા માં ભાગ લઈ વિવિધ વાનગીઓ જાતે બનાવી પીરસી હતી જેમાં સારી કોલેટી વાળી વાનગી બનાવનાર બાળકોની ટીમ ને શાળા દ્વારા પ્રોત્સાહિત કરાયા હતા

દિયોદર પ્રાથમિક શાળા નંબર ૨ ખાતે સોમવારે શાળાના આચાર્ય બી એ રાઠોડ તેમજ ઇન્ચાર્જ આચાર્ય જામાભાઈ પટેલ અને શિક્ષકો ની ઉપસ્થિતિમાં આજે શાળામાં બાળકો જીવન માં આત્મનિર્ભર બની શકે અને ગમે તેવી વાનગીઓ જાતે બનાવી શકે તે માટે એક દિવસીય વાનગી સ્પર્ધા નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધોરણ ૫ થી ૮ માં અભ્યાસ કરતા બાળકોએ આ સ્પર્ધા માં ભાગ લઈ ઉત્સાહ ભેર વિવિધ વાનગીઓ બનાવી હતી બાળકોએ શાળાના પરિસર માં જાતે પરંપરા ગત ચૂલો કરી પાણીપુરી , પાઉંભાજી, બટાટા ,ભૂંગળા, સેન્ડવીઝ, બાજરી ના રોટલા, દહીં નું દેશી રાયતું ,દૂધ પાક,દાબેલી,કચુંબર,મીઠાઈ માં ગુલાબ જાંબુ, થેપલા, બ્રેડ પકોડા ,મસાલા પાપડ, મેંગી,બટાકા વડા,સહિત ૧૭ થી વધુ વાનગીઓ બનાવી હતી જેમાં સારી ગુણવતા વાળી વાનગીઓ બનાવનાર બાળકોને શાળા પરિવાર દ્વારા પ્રોત્સાહી કરવામાં આવ્યા હતા આ પ્રસંગે જગદીશભાઈ મોચી, વિષ્ણુભાઈ દેસાઈ,જગદીશભાઈ રાઠોડ,અજયભાઈ ગજ્જર,કનુભાઈ જોશી,પ્રવીણભાઈ ગેલોત,કામિનીબેન મકવાણા, કલ્પેશભાઈ મોદી, સંજયભાઈ દરજી,કિશનભાઇ સોલંકી,પ્રવીણભાઈ ઠાકોર ,સહિત શિક્ષકો સ્ટાફ હાજર રહી બાળકોને પ્રોત્સાહિ કર્યા હતા

• બાળકોમાં ઉત્સાહ વધે અને તેમનું ટેલેન્ટ બહાર આવે તે હેતુ આ કાર્યક્રમ છે: ઇન્ચાર્જ આચાર્ય

આ બાબતે શાળા નંબર ૨ ના ઇન્ચાર્જ આચાર્ય જામાભાઈ પટેલે જણાવ્યું હતું કે શાળામાં બાળકોને શિક્ષણ અપાય છે જેમાં બાળકોને અભ્યાસ ની સાથે તે જીવનમાં જાતે કઈ કરી શકે તે માટે આ કાર્યક્રમ રખાયો છે જેમાં બાળકોએ આપણી પરંપરા મુજબ તમામ વાનગીઓ ચુલા ઉપર બનાવી છે આવા બાળકોને પ્રોત્સાહિ કરવા તે ગૌરવ ની વાત છે

Back to top button
error: Content is protected !!