GUJARATLUNAWADAMAHISAGAR

લુણાવાડાની પી.એન. પંડ્યા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ જનજાગૃતિ’ કાર્યક્રમ યોજાયો

લોલુણાવાડાની પી.એન. પંડ્યા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ જનજાગૃતિ’ કાર્યક્રમ યોજાયો
*****

રિપોર્ટર …
અમીન કોઠારી
મહીસાગર, ૧૯
જાન્યુઆરી

:: રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026 અંતર્ગત “શીખ સે સુરક્ષા, ટેક્નોલોજી સે પરિવર્તન” ના સૂત્રને સાર્થક કરવાના હેતુથી લુણાવાડાની પી.એન. પંડ્યા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આર.ટી.ઓ. વિભાગના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને માર્ગ સલામતીના નિયમો અને અકસ્માત નિવારણ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.આ પ્રસંગે આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર શ્રી એમ. એમ. પટેલ તથા પ્રા. જે. પી. ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

 

અધિકારીઓએ વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા, હેલ્મેટ અને સીટબેલ્ટનો ઉપયોગ કરવા તેમજ શિસ્તબદ્ધ વાહન ચલાવવા અંગે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર શ્રી દ્વારા સરકારની મહત્વાકાંક્ષી ‘રાહ વીર’ યોજના વિશે વિશેષ સમજૂતી આપવામાં આવી હતી. જેમાં અકસ્માત સમયે ઘાયલોને તાત્કાલિક મદદ કરનાર વ્યક્તિને મળતી આર્થિક સહાય અને કાયદાકીય રક્ષણ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.કાર્યક્રમના અંતે માર્ગ સલામતીના નિયમો દર્શાવતા પેમ્પલેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત સૌએ સુરક્ષિત મુસાફરી માટેના શપથ લીધા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એન.એસ.એસ.ના સ્વયંસેવકો, વિદ્યાર્થીઓ અને સમગ્ર કોલેજ પરિવારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને આર.ટી.ઓ. વિભાગની આ પહેલને બિરદાવી હતી.

Back to top button
error: Content is protected !!