
મિશન લાઇફ અંતર્ગત લુણાવાડાની પી.એન. પંડ્યા કોલેજ ખાતે સેમિનાર અને વોકેથોન યોજાયા: પર્યાવરણ રક્ષાના લેવાયા શપથ
****
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર…
ક્લાઈમેટ ચેન્જ સામે જંગ: મહીસાગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વોકેથોન અને વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન
****

ક્લાઈમેટ ચેન્જ સામે લડવા માટે મહીસાગર જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શનમાં વહીવટીતંત્ર દ્વારા વિવિધ સ્થળોએ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન થયું છે જેમાં સ્વસ્થ જીવનશૈલી, ઉર્જા સંરક્ષણ: સોલાર ઉર્જા મોડલ અને વીજ બચત અંગે જાગૃતિ, કચરો વ્યવસ્થાપન: સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટની વિઝીટ અને સ્વચ્છતા ઝુંબેશ, પોષણયુક્ત આહાર: મિલેટ (જાડા ધાન) આધારિત આહાર પ્રણાલીને પ્રોત્સાહન, પ્રાકૃતિક ખેતી: રાજ્યપાલશ્રીના પ્રાકૃતિક ખેતી અંગેના વિડિયો પ્રેઝન્ટેશન દ્વારા માર્ગદર્શન, જળ સંરક્ષણ: જળ સંગ્રહ અને પાણીના વિવેકપૂર્ણ ઉપયોગની સમજ સહિતના કાર્યક્રમોનો સમાવેશ થાય છે.
જનજાગૃતિ કાર્યક્રમના પ્રથમ દિવસે સ્વસ્થ જીવનશૈલી વિષય પર કોલેજ ખાતે યોજાયેલા સેમિનારમાં તજજ્ઞોએ વિદ્યાર્થીઓ સાથે જીવંત સંવાદ સાધ્યો હતો. જેમાં સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના ફાયદા અને ખાસ કરીને વધતા જતાં ઈ-વેસ્ટ ને ઘટાડવા માટેના ઉપાયો સમજાવ્યા હતા. પીપીટી પ્રેઝન્ટેશનના માધ્યમથી પર્યાવરણ રક્ષા અને કુદરતી સંસાધનોના કરકસરભર્યા ઉપયોગ અંગે વિગતવાર સમજ પૂરી પાડવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો અને વિદ્યાર્થીઓએ પર્યાવરણની રક્ષા કાજે ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક’નો ત્યાગ કરવાના અને કુદરતી સંસાધનોના જતન કરવાના સામુહિક શપથ લીધા હતા. જનજાગૃતિના સંદેશને વધુ લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી કોલેજ કેમ્પસ ખાતે ‘વોકેથોન’નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.


