ઉમરેઠ 108 ટીમ ની સૂઝ બુઝ થી એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી, માતા – શિશુ ને અપાવ્યું નવજીવન

ઉમરેઠ 108 ટીમ ની સૂઝ બુઝ થી એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી, માતા – શિશુ ને અપાવ્યું નવજીવન
તાહિર મેમણ – આણંદ – 19/01/2026 – આણંદ – ઉમરેઠ તાલુકાના ઊંટખરી ગામ માં રહેતા સગર્ભાની 108 એમ્બ્યુલન્સ માં સફળ પ્રસૂતિ કરાવતા પરિવારે એમ્બ્યુલન્સ સેવા ને બિરદાવી હતી.
સગર્ભા જેઓની ઉંમર 23 વર્ષ અને તેમને પ્રસૂતિની પીડા ઉપડતા ઉમરેઠ 108 એમ્બ્યુલન્સ ને કેશ મળ્યો હતો. ઉંટખરી ગામ એ રહેલી સગર્ભા મહિલા ને પ્રસૂતિ નો અસહ્ય દુખાવો ઉપડતા દર્દી ને ચેક કરતા લાગ્યું કે ડિલિવરી એમ્બ્યુલન્સ માં જ કરાવી પડે તેમ છે તેથી એમ્બ્યુલન્સ માં રહેલ જરૂરી સાધન ની તૈયારી કરી અને ઈ એમ ટી અજય પરમાર અને પાયલોટ રાજુભાઈ તળપદા એ એમ્બ્યુલન્સ રોડ પર સાઇડ માં ઉભી રાખીને ફીઝિશિયન ડૉક્ટર રામાંનીના માર્ગદર્શન મુજબ એમ્બ્યુલન્સ માં જ ડિલિવરી કરવાનો નિર્ણય લેતા ગર્ભવતી મહિલા ને 108 એમ્બ્યુલન્સ માં જ નોર્મલ પ્રસૂતિ કરાવતા મહિલાએ નવજાત શિશુ ને જન્મ આપ્યો અને વધુ સારવાર માટે CHC ઉમરેઠ હોસ્પિટલ માં 108 એમ્બ્યુલન્સ દ્વારા પહોંચાડવા માં આવ્યા હતા. દર્દી અને તેના સગા સબંધી એ 108 એમ્બ્યુલન્સ ના કર્મચારીઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.




