Navsari: whatapp ઉપર ચાલતા ખોટા મેસેજ અંગે નવસારી મહાનગરપાલિકા દ્વારા ભ્રામક સમાચારો પર સ્પષ્ટ ખુલાશો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
અફવા :- મહાનગરપાલિકામાં છેલ્લા 2 અઠવાડિયા થી એક ચર્ચા ચાલતી છે કે જે વિસ્તાર માં આદિવાસી લોકો કાચા મકાન માં રહેતા હોય અને વધારે લોકો આદિવાસી હોઈ તેવા વિસ્તાર માં ભલે જમીન તેમની માલીકી ની હોઈ તો તે લોકો ને ખાલી કરાવી ને તેમને એપાર્ટમેન્ટ માં ઘર આપી ને તેમની ખાલી કરાવેલી જમીન બિલ્ડર ને વેચી દઈ ને ત્યાં ના લોકો ને કાઢી મુકવાની વાત નક્કી થઈ છે, અને એ વિસ્તારનું લિસ્ટ પણ બની ગયું છે. સ્પષ્ટતા : આ પ્રકારના ભ્રામક સમાચારો અને અમુક અફવાઓ અને ભ્રામક સંદેશાઓ પ્રત્યે નાગરિકોનું ધ્યાન ખેંચતાં આ પ્રેસ નોટ દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે કનવસારી મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ વિસ્તારમાં રહેવાસીઓને ખાલી કરવા, તેમની જમીન બિલ્ડરોને વેચવા અથવા કોઈ પણ પ્રકારની જબરજસ્તી પુનર્વસન યોજના ઘડવામાં આવી નથી. હાલમાં સોશિયલ મીડિયા અને વ્હાટ્સએપ દ્વારા પ્રસારિત થતા આવા સંદેશો સંપૂર્ણપણે નિરાધાર અને ગેરમાર્ગદર્શક છે. નવસારી મહાનગરપાલિકા નાગરિકોના હકો અને હિતોનું સંરક્ષણ કરતી સંસ્થા તરીકે સદા સક્રિય રહી છે. શહેરના વિકાસ અને નવીનીકરણની કોઈપણ યોજના અંતર્ગત પણ, કાયદેસર પ્રક્રિયા, પારદર્શક મંત્રણા અને નાગરિકોની સંમતિ પછી જ કાર્યવાહી લેવાય છે. અત્યાર સુધીમાં આવી કોઈ યોજના અથવા નિર્ણયની ઘોષણા મહાનગરપાલિકા તરફથી કરવામાં આવી નથી. નાગરિકોને વિનંતી છે કે, માત્ર નવસારી મહાનગરપાલિકાની અધિકૃત વેબસાઇટ, પ્રેસ નોટિસ, સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ (@NavsariNMC) અને ઓફિસિયલ નોટિફિકેશન્સ પરથી જ માહિતી લેવી.અનૌપચારિક સ્રોતો પરથી ફેલાતી અફવાઓ પર વિશ્વાસ ન કરવો અને તેમને પ્રસારિત ન કરવા આહવાન કરવામાં આવ્યું છે. નવસારી મહાનગરપાલિકા નાગરિક સુખાકારી અને સમુદાય વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને કોઈપણ પ્રકારની અફવાઓ ફેલાવવાની કાર્યવાહી કાયદાની દષ્ટિએ ગંભીર ગણાય છે. સત્તાવાર માહિતી માટે મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિગનો વિભાગનો સંપર્ક કરવા અનુરોધ છે.



