ARAVALLIGUJARATMODASA

માલપુરના – મેવડા પાટિયા પાસે ઈકો ગાડીમાંથી રૂ.3.10 લાખના વિદેશી દારૂ સાથે એક આરોપી ઝડપાયો – રેલ્લાવાડા, કુણોલ થઈને ઈકો પસાર થઈ ઇસરી પોલીસ ને ગંધ પણ ના આવી..!!!!

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

માલપુરના – મેવડા પાટિયા પાસે ઈકો ગાડીમાંથી રૂ.3.10 લાખના વિદેશી દારૂ સાથે એક આરોપી ઝડપાયો – રેલ્લાવાડા, કુણોલ થઈને ઈકો પસાર થઈ ઇસરી પોલીસ ને ગંધ પણ ના આવી..!!!!

માલપુર પોલીસ સ્ટેશન હદના મોજે મેવડા પાટીયા નજીક લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.) અરવલ્લીએ દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે. રાજસ્થાનથી ગુજરાતમાં વિદેશી દારૂ લાવી રહેલી મારૂતિ ઈકો ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઈ એક ઇસમને પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે દારૂ સાથે કુલ રૂ.8.21 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) તથા અરવલ્લી-મોડાસા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક  આર.ડી. ડાભી દ્વારા જિલ્લામાં પ્રોહી, જુગાર અને નશીલા પદાર્થોની હેરાફેરી સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.આ સૂચનાઓના અનુસંધાને એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી. ગરાસિયાની આગેવાની હેઠળ પો.સબ ઇન્સ્પેક્ટર પી.પી. સોલંકી, વી.જે. તોમર, વી.ડી. વાઘેલા સહિતની ટીમે મેવડા પાટીયા પુલ પાસે મેઘરજથી મોડાસા તરફ જતા માર્ગ પર નાકાબંધી અને વાહન ચેકિંગ શરૂ કર્યું હતું. તે દરમ્યાન ખાનગી બાતમી મળી હતી કે ગ્રે કલરની મારૂતિ ઈકો ગાડી નં. GJ-31-D-6751 ગાડી રેલ્લાવાડા, કુણોલ, થઈ મેવડા પાટિયા થઈ પસાર થયાની બાતમી ને લઇ દહેગામડા, તા. શામળાજીનો રહેવાસી કૌશીકભાઈ ભલાભાઈ પાંડોર રાજસ્થાનમાંથી વિદેશી દારૂ ભરી મોડાસા તરફ આવી રહ્યો છે જે બાતમીના આધારે પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી.શંકાસ્પદ ગાડી આવતા તેને રોકવાનો ઈશારો કરતાં ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેને ઝડપી લીધો હતો.તપાસ દરમિયાન ગાડીમાંથી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂ તથા બિયરની કુલ 35 પેટીઓ મળી આવી હતી. જેમાંથી તેમજ છૂટક મળી કુલ 1323 બોટલ/ટીન, જેની કિંમત રૂ.3,10,500/- થાય છે. સાથે એક મોબાઈલ ફોન (રૂ.10,500/-) અને મારૂતિ ઈકો ગાડી (રૂ.5,00,000/-) મળીને કુલ રૂ.8,21,000/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

પકડાયેલ આરોપી

કૌશીકભાઈ ભલાભાઈ પાંડોર (ઉ.વ. 28)

રહે. દહેગામડા, તા. શામળાજી, જી. અરવલ્લી

વોન્ટેડ આરોપીઓ

પ્રકાશચંદ્ર નારાયણભાઈ પટેલ (કલાલ), રહે. દહેગામડા

જગદીશભાઈ ઉર્ફે પપ્પુ નારાયણભાઈ પટેલ, રહે. દહેગામડા

આ સમગ્ર મામલે માલપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વોન્ટેડ આરોપીઓની શોધખોળ ચાલુ છે

Back to top button
error: Content is protected !!