GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી મોટીબરાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ શાળા કક્ષાએ 3D ફિલ્મ નિહાળી

MORBI મોરબી મોટીબરાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ શાળા કક્ષાએ 3D ફિલ્મ નિહાળી

 

 

માળિયા તાલુકાના મોટીબરાર ગામની સરકારી રત્નમણિ પ્રાથમિક શાળામાં આનંદદાયી શનિવાર અંતર્ગત વિદ્યાર્થીઓને શાળા કક્ષાએ 3D ફિલ્મ બતાવવામાં આવી હતી. અત્રે શાળાના આચાર્ય અનિલ બદ્રકિયા એ જણાવ્યું હતું કે તેમના દ્વારા શાળામાં છેલ્લા 2 વર્ષથી “શાળા વિકાસ ફંડ” નો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ગ્રામજનો જન્મદિવસ, પુણ્યતિથિ કે અન્ય પ્રસંગોએ શાળા વિકાસ ફંડમાં સ્વેચ્છાએ ફાળો આપે છે. આ ફાળાનો ઉપયોગ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે તેમજ શાળાની ભૌતિક સુવિધાઓ વધારવા માટે કરવામાં આવે છે. જે અંતર્ગત તાજેતરમાં જ શાળા કક્ષાએ વિદ્યાર્થીઓ સમયાંતરે 3D ફિલ્મનો આનંદ માણી શકે એ માટે શાળામાં વિદ્યાર્થીઓ માટે 3D ચશ્મા વિકસાવવામાં આવ્યા છે. અને એ 3D ચશ્માં દ્વારા જ શાળા કક્ષાએ 3D ફિલ્મ બતાવવામાં આવી હતી. શાળા દ્વારા કરવામાં આવેલ આ પહેલને વાલીઓ અને સ્થાનિક લોકો દ્વારા આવકારવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!