MORBI:મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં માતૃ-પૂજન કાર્યક્રમ યોજાયો

MORBI:મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં માતૃ-પૂજન કાર્યક્રમ યોજાયો
મોરબીની માધાપરવાડી કન્યા શાળાના માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમમાં સર્જાયા ભાવુક દ્રશ્યો
મોરબી આજના આ આધુનિક યુગમાં લોકો માતા-પિતાના નિઃસ્વાર્થ સ્નેહને ભૂલી રહ્યા છે. બાળપણમાં “માઁ” મારી મારી કરતાં હોય છે અને યુવાનીમાં માઁ-બાપ બાળકોને ભણાવી ગણાવી અને પયણાવી દે પછી “માઁ” તારી “માઁ” તારી કરતાં હોય છે,પેટે પાટા બાંધી જે માઁ-બાપે સંતાનોનું લાલન,પાલન અને પોષણ કર્યું હોય એ માઁ-બાપને લોકો વૃદ્ધાશ્રમમાં મુક્તા ખચકાતા નથી,આજે કુટુંબો વિભક્ત થઈ રહ્યા છે,વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે, ઘરડાં માઁ-બાપ સંતાનોને ભારરૂપ લાગે છે, સમાજમાં જીવન મૂલ્યોનો હાસ થઈ રહ્યો છે ત્યારે પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિદ્યાર્થીઓ મૂલ્યશિક્ષણ પ્રાપ્ત કરે,વિદ્યાર્થીઓ માતા-પિતાના પ્રેમને સમજે,જીવનમાં માઁ-બાપના મૂલ્યને મહત્વને સમજે,માતા-પિતાથી વધુ પ્રેમ કોઈ આપી જ ન શકે,સમાજમાં માતૃદેવો ભવ:પિતૃદેવો ભવ:ની ભાવના પુન:જાગૃત થાય એ માટે માતૃ-પિતૃ પૂજનનો ભવ્ય અને દિવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાની 400 થી વધુ વિદ્યાર્થીનીઓએ પોતાના માતા-પિતાનું પૂજન કર્યું હતું હાર પહેરાવી આરતી ઉતારી પ્રદક્ષિણા ફરી સવિશેષ પૂજન અર્ચન કર્યું હતું,પૂજન દરમ્યાન લાગણીસભર અને ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા યોગ વેદાંત સમિતિના નિલેશભાઈ, જયેશભાઈ,રસીલાબેન, નયનાબેન તથા શાળાના તમામ સ્ટાફે ખુબજ જહેમત ઉઠાવી હતી.







