BANASKANTHAGUJARATPALANPUR
જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસ પાલનપુરનાઅર્થશાસ્ત્ર વિષયના વિદ્યાર્થીઓ દ્વારા FCI ની મુલાકાત

20 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસ પાલનપુરના અર્થશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓએ કૌટિલ્ય વિચાર મંચ અંતર્ગત ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ની મુલાકાત લીધી. જેનો હેતુ વિદ્યાર્થીઓને ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ના કાર્યોથી માહિતગાર કરવાનો હતો. ટેકનિકલ આસિસ્ટન્ટ શંભુ દયાલ અને AL અંબાલાલ હીરાગરે વિદ્યાર્થીઓને FCI ના કાર્યો, URS,FIFO,FSDવિશે ખૂબ જ સરસ માહિતી આપી.આ ઉપરાંત FCI માં રહેલી રોજગારીની તકો અને પરીક્ષાઓ વિશે પણ ખુબ સરસ માહિતી આપી. આ કાર્યક્રમનું સંચાલન પ્રિ. ડૉ. રાધાબેન એમ પટેલ ના માર્ગદર્શન હેઠળ અર્થશાસ્ત્ર વિભાગના ડૉ. હેમલબેન પટેલ અને ડૉ. મુકેશભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું. અર્થશાસ્ત્ર વિષયના વિદ્યાર્થીઓ દ્વારા FCI ની મુલાકાત





