આણંદ – તાંત્રિક વિધીના બહાને કુલ 1 કરોડ 63 લાખ ની ઠગાઇના ગુના ના આરોપીને ઝડપી પાડ્યો

આણંદ – તાંત્રિક વિધીના બહાને કુલ 1 કરોડ 63 લાખ ની ઠગાઇના ગુના ના આરોપીને ઝડપી પાડ્યો
તાહિર મેમણ- આણંદ- 20/01/2026 – આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ રૂ.૧,૬૩,૩૩,૫૧૧/- ની તાંત્રિક વિધીના બહાને કુલ
ઠગાઇના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, આણંદ
નાસતા ફરતા આરોપીઓ પકડી પરીણામલક્ષી અને અસરકારક કામગીરી કરવા માટે સુચનાઓ
આપેલ. જે અન્વયે શ્રી એચ.આ૨.બ્રહ્મભટ્ટ, પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી. આણંદ નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.પો.કો. તૌસીફ્નહેમદ આબીદહુસેન નાઓને માહિતી મળેલ કે, સોજીત્રા પોલીસ સ્ટેશનના ચીટીંગના ગુનામાં નાસતો ફરતો
આરોપી રફીક ઉર્ફે બાબો આણંદ ઇન્દિરા સ્ટેચ્યુ પાસે હાજર છે. જે ચોક્કસ માહિતી આધારે એલ.સી.બી. સ્ટાફના માણસોએ બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા બાતમી મુજબના વર્ણનવાળો ઇસમ મળી આવતા તેને કોર્ડન કરી પકડી લઇ તેની પુછપરછ કરતા તે રફીક ઉર્ફે બાબા પુજાભાઇ રાઠોડ રહે.૧, વૃંદાવન કોલોની દહેમી તા.બોરસદ જી.આણંદનો હોવાનુ જણાવેલ અને તેની પુછપરછ કરતા પોતે સોજીત્રા પો.સ્ટે. ગુ.૨.નં. ૨૭૩/૨૪ ઇપીકો ક.૪૨૦,૫૦૬(૨),૧૧૪, ૧૨૭(બી) વિગેરે મુજબના ગુનામાં છેલ્લા બે
વર્ષથી નાસતો ફરતો છે, એમ જણાવેલ. જેથી તેના વિરૂધ્ધ કાયદેસ૨ની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે સોજીત્રા પો.સ્ટે. સોંપવામાં આવેલ છે. નગર,
પકડેલ આરોપીઓના નામઃ-
રફીક ઉર્ફે બાબા પુજાભાઇ રાઠોડ રહે.૧, વૃંદાવન નગર, કોલોની દહેમી તા.બોરસદ જી.આણંદ ગુનો મુજબ તાંત્રિક વિધીના બહાને કુલ રૂ.૧,૬૩,૩૩,૫૧૧/- ની ઠગાઈના ગુનામાં નાસતા ફરતા આરોપી છે.તેમને પકડવામાં આવ્યા છે




